Site icon Gujarat Mirror

જામનગરના પોષ વિસ્તારમાં મોડી રાત્રે રોઝડું દેખાતાં લોકોમા કુતૂહલ

જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા એક પીઝા પાર્લર નજીક ગઈકાલે મોડી રાત્રે ત્રણેક વાગ્યે જંગલી પ્રાણી રોઝડું લટાર મારતું દેખાયું હતું. જેથી મોડી રાત્રે પસાર થનારા કેટલાક વાહનચાલકોમાં કુતુહલ પ્રસર્યું હતું, ઉપરાંત તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં જંગલી પ્રાણી નો વિડીયો પણ બનાવી લીધો હતો.

શહેરી વિસ્તારમાંથી પસાર થતા રોઝડા ઉપર ધ્યાન પડવાથી અનેક શ્વાનો પણ એકત્ર થઈ ગયા હતા, અને તેઓ એકઠા થઈને રોઝડા ને જોરથી ભસવા લાગ્યા હતા, જેના કારણે કેટલાક આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકો પણ સફાળા જાગી ગયા હતા, અને શહેરી વિસ્તારમાં રોઝડુ જોઈને આશ્ચર્યચકિત બન્યા હતા. કડકતી ઠંડીમાં આવા પોષ વિસ્તારમાં પરોઝડુંથ દેખાતા વન્ય વિભાગ ને જાણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગ ની ટીમે રોઝડાને પકડી લઈ કુદરતના ખોળે મુકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Exit mobile version