Site icon Gujarat Mirror

દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર વહેલી સવારે પીસીબીના દરોડા, મહિલા સહિત પાંચ ઝડપાયા

શહેરમાં થર્ટીફસ્ટ પૂર્વે દેશી અને વિદેશી દારૂના ધંધાર્થી ઉપર તુટી પડવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પીસીબીને સુચના આપવામાં આવતા પીસીબીની ટીમે વહેલી સવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડી મહિલા સહિત પાંચની ધરપકડ કરી 32 હજારનો દેશી દારૂ કબ્જે કર્યો હતો.
પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીની ટીમે શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ વહેલી સવારે દરોડા પાડ્યા હતાં અને દેશી દારૂની ચાલુ ભઠ્ઠીનો નાશ કર્યો હતો.

પીસીબીની ટીમે પાડેલા દરોડામાં કોઠારિયા, કોલોની ક્વાટર્સ નં. 14માં રહેતી બેબીબેન પ્રવિણભાઈ પરમારને ત્યાંથી 1000 રૂપિયાનો 5 લિટર દારૂ, જ્યારે સ્વાતિ પાર્ક મેઈન રોડ પર રામજી જગુ વાઘેલાને ત્યાંથી દેશી દારૂ સહિત 19 હજારનો મુદ્દામાલ તેમજ યુવરાજનગર મફતિયાપરામાં પ્રેમજી રવજી સાડમિયાને ત્યાંથી 2000ની કિંમતનો 10 લિટર દેશી દારૂ તથા યુવરાજનગર-1માંતી શૈલેષ મુના પરમારને ત્યાંથી3725ની ક્મિતનો દેશી દારૂ આથો તેમજ માંડા ડુંગર પાસે પીઠડ આઈ સોસાયટી શેરી નં. 1 માં સંજય કરમસિંહ ડાભીને ત્યાંથી 3000નીકિંમતનો 15 લિટર દારૂ કબ્જે કર્યો હતો.


પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયા, સાથે પીએસઆઈ એમજે હુણ તથા પીએસઆઈ પી.બી. ત્રાગિયા સહિત સ્ટાફના મયુરભાઈ, સંતોષભાઈ, મહિપાલસિંહ, હરદેવસિંહ, કિરતસિંહ, કરણભાઈ મારુ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિજેન્દ્રસિંહ, હરદેવસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Exit mobile version