Site icon Gujarat Mirror

પાટડી સરકારી હોસ્પિટલના ડ્રાઇવરે દવા, ઇન્જેકશન લીધા બાદ હાર્ટ એટેકથી મોત

મૂળ મહેસાણાના વતની અને સને 2003થી પાટડી સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ જયંતીલાલ ધોબીને હોસ્પિટલમાં જ હાર્ટએટેક આવતાં ઢળી પડતાં મોત થયું હતું. જેમને નોકરીના બે વર્ષ જ બાકી હતા.

ડ્રાઇવર મહેશભાઈ ધોબી પેટમાં ગેસ જેવું લાગતાં હોસ્પિટલમાં ડોક્ટરને બતાવવા ગયા હતા. ત્યાં દવા અને ઈન્જેકશન લીધા બાદ હોસ્પિટલમાં જ હૃદયરોગનો હુમલો આવતાં ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમના મોતને પગલે હોસ્પિટલના ડોક્ટર સહિતનો તમામ સ્ટાફ એકઠો થઇ ગયો હતો. તેઓ પત્ની સાથે પાટડી સરકારી હોસ્પિટલના ક્વાર્ટરમાં જ રહેતા હતા. સંતાનમાં એક દીકરી છે, જે સિવિલ એન્જિનિયર છે એનાં લગ્ન થઇ ગયા છે. એમના પરિવારજનો મહેસાણાથી આવતાં પોસ્ટ મોર્ટમ બાદ પાર્થિવદેહને વતન લઇ જવાયો હતો.

Exit mobile version