વડોદરા-દિલ્હીની ફલાઈટમાં AC-લાઈટો ગુલ થઈ જતાં મુસાફરોએ વિમાન માથે લીધું

વડોદરા: એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈનની ઘોર બેદરકારી સામે આવી હતી. એરપોર્ટ પર ઊભેલા પ્લેનમાં અચાનક લાઈટો અને અઈ બંધ થઈ જતાં મુસાફરોમાં હોબાળો મચી ગયો…

વડોદરા: એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈનની ઘોર બેદરકારી સામે આવી હતી. એરપોર્ટ પર ઊભેલા પ્લેનમાં અચાનક લાઈટો અને અઈ બંધ થઈ જતાં મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. લોકોએ પૂંઠા અને ફાઈલો લઈ પવન નાખતા દેખાયા હતા અને ઈન્ડિગો એરલાઈનના તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વડોદરા એરપોર્ટ પર ગત મોડી રાત્રે વડોદરાથી દિલ્હી જતી 6ઊ 657 ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ મુશ્કેલી સર્જાઈ હતી. મુસાફરો પ્લેનમાં બેસી ગયા બાદ જ્યારે ફ્લાઈટ ટેકઓફ થવાની તૈયારી હતી તેના થોડા સમય પહેલા જ ફ્લાઈટમાં અચાનક લાઈટ અને અઈ બંધ થઈ ગયા હતા. ઓચિંતી ઘટના બનતા પ્લેનમાં બેસેલા મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો.

ફ્લાઇટમાં સવાર મુસાફરો આશરે અડધો કલાક અંદર જ ફસાયેલા રહ્યા હતા. બંધ કેબિનમાં અસહ્ય ગરમી હોવાના કારણે વ્યાકુળ બનેલા મુસાફરો પોતાના હાથમાં રહેલા પૂંઠા, ફાઇલ અને ન્યૂઝપેપર વડે પવન નાખતા નજરે પડ્યા હતા. તે દરમિયાન પ્લેનમાં સર્જાયેલી પરિસ્થિતિનો વીડિયો એક મુસાફરે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એરક્રાફ્ટનું જીપીયુ કોઈ ટેકનિકલ કારણોસર અચાનક બંધ થઈ જવાના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પગલે પ્લેનમાં સવાર મુસાફરો રાત્રે 8.50થી લઈને 9.15 સુધી એટલે કે લગભગ 25 મિનિટ પ્લેનમાં જ ફસાયેલા રહ્યાં હતા. બાદમાં થોડા જ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. જેથી ફ્લાઇટમાં ફરીથી લાઈટો અને એસી શરૂૂ થતાં જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ત્યારબાદ ફ્લાઇટ દિલ્હી જવા રવાના થઈ હતી.