ગુજરાત

એસ.ટી.ની બસમાં ડેકીની સાફ સફાઇ નહીં થતા મુસાફરોનો સામાન ધૂળધાણી

Published

on

સરકાર દ્વારા એસ.ટી. વિભાગમાં નવિ બસો સંચાલનમાં આપવામાં આવી રહી છે. છતા પણ સ્થાનિકો ડેપો દ્વારા મેઇન્ટન્સ કામગીરીમાં અખાડા કરવામાં આવી રહ્યા છે અને તેના લીધે બસો વહેલી ખખડધજ બની રહી છે. એસ.ટી.માં મુસફારોના સામાન માટે બોક્સ આપવામાં આવે છે. તેની સાફ સફાઇ નહી કરતા મુસાફરોના સામાન ધૂળધાણી થઇ રહ્યા છે.


ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ આસવાણી, મેઘજીભાઈ રાઠોડ, પટેલ નાગજીભાઈ વિરાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, સોની દીપકભાઈ રામપરા, જયંતીભાઈ હિરપરા ની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) ની ભાવનગર ડેપોની આજે સવારે 9:30 કલાકે ઉપડતી ભાવનગર રાજકોટ ભાવનગર એસટી બસ નંબર જીજે-18ઝેડ 9255 નંબરની બસમાં લેડી કંડક્ટરને કહેવામાં આવ્યું કે બસમાં ડેકી છે કે કેમ ? કંડક્ટરે કહ્યું કે ડેકી તો છે પરંતુ મુસાફરોને કહેવામાં આવ્યું કે તમારો તમામ સામાન ધુળ ધુળ થઈ જશે. બસમાં રહેલ તમામ ડેકીઓમાં મહિનાઓથી સફાઈ ન થઈ તો એ પ્રકારે ધુળના થપ્પા જામી ગયા હતા.


અહીંયા એસ.ટી બસોની પાછળ લખાયેલું સૂત્ર સ્વચ્છ, સલામત, સમયબધ્ધ નું સૂરસૂરિયું થઈ ગયું હતું અને અનહદ ધૂળના થપ્પા તમામ ડેકીઓમા જોવા મળ્યા હતા. વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા નો સંદેશ નો એસટીમાં ઉલાળિયો થતો હોય તેવું જણાયું હતું. બસની સફાઈની સાથે સાથે તમામ ડેકીઓમાં પણ સફાઈનો ફુવારો મરાવા અથવા તાત્કાલિક સફાઈ કરવા ભાવનગરના વિભાગીય નિયામકને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલાએ ટેલીફોનિક વાતચીત કરી હતી. વિભાગીય નિયામકે બસ ભાવનગર આવે એટલે તમામ ડેકી માં સ્વચ્છ કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version