Site icon Gujarat Mirror

સુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયો

સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ થવાનો હતો. બેંગ્કોકથી આવેલી આ વીકની બે ફલાઇટમાં આ ગાંજો મળ્યો છે. પહેલા દિવસે ફ્લાઇટમાં છ કિલો તો બીજા દિવસે બે કિલો ગાંજો મળ્યો હતો. આઠ કિલો ગાંજાની બજાર કિંમત રૂૂપિયા નવ કરોડ છે.

સમગ્ર કાંડમાં સ્મગલરોની નવી જ મોડસ ઓપરેન્ડી જોવા મળી છે. ખાસ કરીને ઇમરાન હાશ્મીની ‘તસ્કરી’ વેબ સિરિઝમાં બતાવેલી સ્ટાઇલ સ્મગલરોએ અપનાવી છે. બંને કેસમાં ગાંજો વિમાનમાં જ સીટ નીચે અને સીટની પાછળ છોડી દેવામાં આવ્યો હતો. તમામ મુસાફરો ઉતરી ગયા બાદ ફ્લાઇટ દિલ્હી જનાર હતી અને ત્યાથી સંતાડેલા ગાંજાની ડિલિવરી અજાણ્યા શખ્શો લેનાર હતા.પેહલા દિવસની ફ્લાઇટ બેંગ્કોકથી આવી હતી. સુરત આવ્યા બાદ ફ્લાઇટ થોડી ખાલી થઈ ગઈ હતી અને દિલ્હી જનારા થોડા પેસેન્જર બેસી રહ્યા હતા. ત્યારે ક્રુ મેમ્બરે જોયું કે એક રોની કેટલીક સીટ પાછળના ભાગેથી ઉપસેલી છે, જાણે કંઇ મૂકયુ હોય તેણે સીટ કવર ખસેડીને પાછળની બાજુએ જોયુ તો થેલીમાં કંઇ ભરેલું હતું. પાછળની બીજી સીટ જોઇ અને ત્યારબાદની પણ બે સીટ જોઇ તો દરેકમાં આવું જ હતું અને સીટનો પાછળનો ભાગ ઉપસેલો હતો.

તમામ સીટ ચેક કરવામાં આવતા ચાર બેગ મળી આવી હતી. જેમાં 6 કરોડનો (6 કિલો) ગાંજો હતો. બીજા દિવસે જે ફ્લાઇટ આવી તેમાં પણ પેસેન્જરો ઉતરી ગયા બાદ ક્રૂ મેમ્બરનું ધ્યાન સીટ નીચે રાખેલી બે થેલી પર પડી હતી અને તમાંથી પણ ગાંજો મળ્યો હતો. કસ્મટ હોય કે ડીઆરઆઇ કે પોલીસ જો ગાંજો કે હાઇબ્રીડ ગાંજો પકડાય તો આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ જ કાર્યવાહી થતી હોય છે અને સજાની જોગવાઈ તેની ક્વોન્ટિટીના આધારે થતી હોય છે. જેમાં એક વર્ષથી લઇને 20 વર્ષ અને સેક્સન 31એ હેઠળ થાય છે. આરોપી ફરી પકડાય અને જથ્થો વધુ હોય તો આજીવન સજા થઈ શકે. – સોનલ શર્મા, સ્વાતી મહેતા, એડવોકટ

Exit mobile version