પાપા કી પરીએ રોડમાં આગ લગાડી બર્થ-ડે મનાવ્યો

યુવા વર્ગમાં કઇક હટકે બર્થ-ડેનછ ઉજવણી કરવાનો જાણે ક્રેઝ જામ્યો હોય તેમ અવાર નવાર જાહેર રસ્તાઓ પર જન્મદિવસની ઉજવણી કરતા હોવાની કિસ્સાઓ સામે આવ્યા છે.…

યુવા વર્ગમાં કઇક હટકે બર્થ-ડેનછ ઉજવણી કરવાનો જાણે ક્રેઝ જામ્યો હોય તેમ અવાર નવાર જાહેર રસ્તાઓ પર જન્મદિવસની ઉજવણી કરતા હોવાની કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક આવો જ વીડિયો વાઇરલ થયો છે. જેમાં પાપા કી પરી જાહેર રસ્તા પર પેટ્રોલથી આગ લગાડી જન્મદિવસની ઉજવણી કરી રહી છે.

સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં એક યુવતી પલ્સર બાઇક પાસે ઉભા રહી જાહેર રસ્તા પર પેટ્રોલથી ‘22’ લખેલુ હોય તેમાં દિવાસળી પેટાવી રસ્તા પર લખેલા ‘22’માં ફેકી આગ લગાડતી હોવાનુ અને 22મો જન્મદિવસ ઉજવતી હોવાનુ દેખાઇ રહ્યું છે. ‘પ્રેમ કે સંગ મે’ હિન્દી સોંગ્સ સાથેનો વીડિયો વાઇરલ થયો છે. જો કે આ વીડિયો રાજકોટના કયા વિસ્તારનો છે કે, અન્ય સ્થળનો તે અંગે કોઇ પુષ્ટિ થઇ નથી. પોલીસે વાઇરલ વીડિયોને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.