પંચાયત વિભાગ દ્વારા 111 મહેસૂલી કર્મચારીઓની બદલી

રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા સંવર્ગના કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને હકારાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો…

રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા સંવર્ગના કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને હકારાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર સચિવાલય ખાતેથી આજે જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં લાંબા સમયથી ફરજ બજાવતા પંચાયત સેવાના કુલ 111 જેટલા કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી પોતાના વતન અથવા ઇચ્છિત જિલ્લામાં જવા માટે લાંબા સમયથી રાહ જોતા કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

આ 111 કર્મચારીઓની બદલીની યાદીમાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ જિલ્લાને પણ સીધી અસર થઈ છે. કેટલાક કર્મચારીઓને અન્ય જિલ્લામાંથી રાજકોટમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક કર્મીઓને તેમની માંગણી મુજબ અન્ય જિલ્લાઓમાં બદલી આપવામાં આવી છે.

રાજકોટથી અન્ય જિલ્લામાં ગયેલા કર્મચારીઓ ડાભી વિજયસિંહ ખોડાભાઈ (તલાટી કમ મંત્રી) કે જેઓ અગાઉ રાજકોટમાં ફરજ બજાવતા હતા, તેમની ખેડા જિલ્લામાં બદલી કરવામાં આવી છે.ચૌહાણ અજય ભુદરભાઈ (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર), જેમની બદલી રાજકોટથી સુરેન્દ્રનગર જિલ્લામાં કરાઈ છે.ભટ્ટ શિવાની પંકજભાઈ (સ્ટાફનર્સ), જેઓ રાજકોટથી મોરબી જિલ્લામાં ટ્રાન્સફર પામ્યા છે.

અન્ય જિલ્લામાંથી રાજકોટમાં આવેલા કર્મચારીઓ.મકવાણા નેહલ વાલજીભાઈ (તલાટી કમ મંત્રી), જેઓ અગાઉ અમરેલી ફરજ બજાવતા હતા, તેમને રાજકોટ મૂકવામાં આવ્યા છે.બુપાપારા મિતાલી રમેશભાઈ (લેબોરેટરી ટેકનિશીયન), જેઓ ભરૂૂચ જિલ્લામાંથી બદલી પામીને હવે રાજકોટ જિલ્લામાં પોતાની સેવાઓ આપશે.

કર્મચારીઓએ તાત્કાલિક અસરથી પોતાના નવા નિયત કરાયેલા જિલ્લામાં ફરજ પર હાજર થવાનું રહેશે. આ પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય તે માટે રાજ્ય સરકારે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (ઉઉઘ) ને કડક સૂચના આપી છે. હાલમાં જે-તે જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા આ કર્મચારીઓને કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વિના વહેલી તકે ફરજ મુક્ત (છયહશયદય) કરવાની જવાબદારી ડીડીઓને સોંપવામાં આવી છે.

આ આંતર-જિલ્લા બદલી કેમ્પમાં પંચાયત વિભાગના વિવિધ મહત્ત્વના સંવર્ગોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ગ્રામ પંચાયતના પાયાના કર્મચારી એવા તલાટી કમ મંત્રી, ગ્રામસેવક, આરોગ્ય વિભાગને લગતા જુનિયર ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનિશીયન, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને સ્ટાફનર્સનો સમાવેશ થાય છે. ગ્રામીણ સ્તરે વહીવટી અને આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવાના હેતુથી આ બદલીઓ નિયમ મુજબ કરવામાં આવી છે.