ગુજરાત

ખાટકી સમાજને કરાતી હેરાનગતિ સામે આક્રોશ

Published

on

ચોટીલા નજીક રાજકોટના શખ્સોએ વાહન ચાલકને માર મારી તોડફોડ કરી છતા પોલીસ મૌન: સી.પી.ને અપાયું આવેદન

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં પશુઓની હેરફેર કરતા ખાટકી લોકોને વિવિધ હિંદુ સંગઠનોના નામે થતી હેરાનગતી અને કાયદો હાથમાં લઇ હિંસક પવૃતિ કરવાની પ્રવૃતી સામે ખાટકી સમાજે રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી આવા લોકોને કાયદાનું ભાન કરાવવા રજુઆત કરી હતી.


આવેદનપત્રમાં જણાવાયું છે કે ખાટકી સમાજના લોકો ભેંસ, પાડા, ઘેટા, બકરા, મરઘાં, જેવા પશુ-પક્ષીઓનુ પરિવહન કરતા લોકોને હાઈવે તેમજ ગામડાના માર્ગો ઉપર અટકાવી તેની સાથે મારામારી કરી અપરાધીક તત્વો જીવલેણ હુમલો કરે છે અને ત્યારબાદ પોલીસને બોલાવે છે. જીવદયાના નામે અન્ય વ્યક્તિને સામે રાખી આવા હિંસક તત્વો હટી જાય છે અને ખોટી ફરીયાદ અમોની સામે કરે છે.ગત તા. 30/11/2024 ના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલાથી જલાલશાપીરની દરગાહ શરીફનાં વચ્ચેના માર્ગ ઉપર એક વ્હીકલનો પીછો કરી પોલીસને જાણ કર્યા વગર આટલું મોટું અંતર ચલાવી ગાડીના કાચ ફોડી નાંખ્યા તેમજ ટાયર ફાડી નાંખ્યા અને હિંસક હુમલો કરી શારીરીક ઈજાઓ પહોચાડેલ છે.તેઓનાં વીડીયો પણ વાયરલ થયેલા છે. જેમાં આ હુમલાખોર ઈસમોના ચહેરા સ્પષ્ટ દેખાઈ આવે છે. જે લોકો સમાજમાં પ્રચલીત પણ છે. બે નંબર પ્લેટ વગરની કાર તેમજ અન્ય વાહનો સાથે થસી આવી હુમલો કરેલ. તેમ છતાં તેમની ઘરપકડ કરવામાં આવેલ નથી. તે અપરાધીઓને ફરી અપરાધ કરવા માટેનો રસ્તો મોકળો કરી આપવામાં આવેલ હોય તેવું જણાઈ આવે છે. તે દરેકની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.


હુમલાખોરોના ચહેરા વીડીયોમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે. ગાડીની નંબર પ્લેટ પણ (નંબર વગરની) સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમને જે વ્યક્તિઓને માર્યા છે તેઓની સામે ગાળો ભાંડી કહેતા હતા કે તમો લોકો અમારૂૂ શું બગાડી લેવાના છો? તેઓના નામ (1) હરેશભાઈ ચૌહાણ, (2) જીતેન્દ્ર ઉઠે-જે.ડી. (3) મોતી ભરવાડ રહે-સંતકબીર રોડ, અને અન્ય વ્યક્તિઓ હોવાનું જ્ણાવાયું છે. ઉપરોક્ત અપરાધીક તત્વોને ઘરપકડ કરી કાયદાનું ભાન કરાવી મોટર અને મોટર સાયકલો જપ્ત કરવા માંગણી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version