ગુજરાત

બૂટલેગર પ્રતિક ચંદારાણા સામે સંગઠિત ગુનો નોંધો

Published

on

પોલીસ અને પત્રકાર ઉપર હુમલા સહિત 30થી વધુ ગુનામાં સંડોવણી: બામણબોર સરપંચની પોલીસ કમિશનરને રજૂઆત


શહેરમાં પોલીસ અને પત્રકાર પર હુમલા સહિત 30થી વધુ ગુનામાં સંડાવાયેલા કુખ્યાંત બુટલેગર પ્રતિક ચંદારાણા સહિતની ટોળકી સામે સંગઠીત ગુનાની કલમ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. બામણબોરના પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરી પગ ભાંગી નાખવાની ઘટનામાં બામણબોર સરપંચ સહિતના લોકોએ પોલીસ કમિશનરને લેખીત આવેદન પત્ર પાઠવીને બુટલેગર પ્રતિક ચંદારાણા વિરૂદ્ધ સંગઠીત ગુનો નોંધવા રજૂઆત કરી છે.


તાજેતરમાં જ હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી હતી.સીધા રહેજો, જો સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે જ, આ સાથે જ અન્ય એક ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અસામાજિક તત્વોને વધુ એક વખત ચેતવણી આપી હતી.ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે પોલીસ જોડે પનારો પડ્યો તો ચાલવામાં તકલીફ થશે સાથે કોઈપણ ટપોરી સામાન્ય નાગરિકને હેરાન કરશે તો તેના વરઘોડા નીકળશે જ.


આ ઘટના માટે પોલીસે પણ અસામાજિક તત્વો અને ગુંડાગીરી કરતા ટપોરીઓ પર અસલી રંગ બતાવી દીધો છે. ત્યારે રાજકોટ શહેરમાં તાજેતરમાં જ બામણબોરમાં મળતાવડા સ્વભાવના અને સેવાભાવી પત્રકાર બાબુભાઈ ડાભી પર રાજકોટના કુખ્યાત બુટલેગર અને 30થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા પ્રતીક ચંદારાણાએ ખૂની હુમલો કર્યો હતો.આ ઘટનામાં સામાન્ય કલમ હોય આરોપી પોલીસ મથકેથી જ જામીન મુક્ત થઈ ગયો હતો.


બામણબોર ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમભાઇ બસીયા સહિતના ગ્રામજનોએ પોલીસ કમિશનશ બ્રજેશ કુમાર ઝાને પાઠવેલા આવેદન પત્રમાં જણાવયા મુજબ આરોપી પ્રતિકે અગાઉ પોલીસ મેન પર પણ હુમલો કર્યો હતો.તેમજ આ પ્રતીક ચંદારાણા અગાઉ માર્કેટિંગ યાર્ડમાં દારૂૂ વેંચતા ઘણીવાર પકડાઈ ચુક્યો છે. તાજેતરમાં જ લાલપરી પાસે રહેતા એક નિર્દોષ પરિવાર પર પ્રતીક અને તેમની ટોળકીએ હુમલો કર્યો હતો. તે ગુનામાં પણ આરોપી પોલીસ મથકમાં હાજર થતા જામીન મુક્ત થઈ ગયો હતો ત્યાં પીઆઇએ આવા કુખ્યાત આરોપી પ્રતીકનું સરઘસ પણ કાઢ્યું નહોતું. આમ આવા લોકો પોલીસ મથકમાંથી જ જામીન મુક્ત થશે તો તેઓની હિંમત વધશે. 20 દિવસમાં તેમણે ટોળકી સાથે મળી બીજો ગુનો આચર્યો છે.

આ વ્યક્તિ ખૂબ જ ઝનૂની સ્વભાવનો હોય તેમજ અમારા જીવને જોખમ છે.તેમજ ગૃહમંત્રીએ આવા ગુનેગારોને સબક શીખવાડવા અંગે દરેક જિલ્લા પોલીસ વડાને કહ્યું છે.ત્યારે આ કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણા જે સામાકાંઠા વિસ્તારમાં સામાન્ય નાગરિકમાં ભયનો માહોલ ફેલાવતો હોય તેમની સામે નવા કાયદાની સંગઠિત કલમ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version