Site icon Gujarat Mirror

પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ નહીં કરતી પાલિકા-મહાપાલિકાઓ સામે કડક પગલાં ભરવા આદેશ

 

રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ જાહેર કર્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યોગ્ય રીતે ના કરી શકતી હોય તેવી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કડક પગલાં લેવા માટે હુકમ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે , પ્લાસ્ટિકનું પ્રદૂષણ આજના સમયનું સૌથી મોટું દુષણ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી માત્ર મોનિટરિંગની નથી.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એ પણ જવાબદારી છે કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે યોગ્ય પગલાં લઈ રહી છે કે કેમ તેનું પણ ધ્યાન આપે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે અપાતા આડેધડ કોન્ટ્રાક્ટ અને તેમ છતાંય પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની યોગ્ય કામગીરી ન થવાના મુદ્દે હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી છે.

આથી પ્લાસ્ટિક પ્રદુષણ ફેલાવનાર જે પણ હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ વ્યક્તિ કે સંસ્થાને જોયા વિના જીપીસીબી પોતાનું કામ યોગ્ય રીતે કરે તેવો કોર્ટે નિર્દેશ જાહેર કર્યો છે. દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકા પાસેથી સમયાંતરે પ્રદૂષણ નિયંત્રણ માટે થયેલી કામગીરીનો રિપોર્ટ મેળવવો તે જીપીસીબીની જવાબદારી છે.
માત્ર રિપોર્ટના આધાર પર નહીં પરંતુ મળેલી ફરિયાદો પર પણ જીપીસીબીએ કામગીરી કરવી જોઈએ. ગિરનાર અભયારણ્ય અને ઇકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની માંગણી સાથેની અરજી પર થયેલી સુનાવણીમાં કોર્ટે હુકમ કર્યો છે.

Exit mobile version