રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પરના વિદ્યુતનગર મેઈન રોડ પર કરણ પાર્ક શેરી નં. 1માં રહેતાં રોશનભાઈ પીંગાણી (ઉ.વ.38) અને તેના ભાગીદારની જાણ બહાર અન્ય ભાગીદાર જયદીપ પ્રકાશ તન્નાએ બોગસ પાર્ટનરશીપ ડીડના આધારે જુદી-જુદી બેંકો અને ફાઈનાન્સ કંપનીમાંથી રૂૂા. 75. 22 લાખની લોન લઇ લીધાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
જેના આધારે પોલીસે જયદીપ ઉપરાંત તેના પત્ની ચેતનાબેન, પિતા પ્રકાશભાઈ અને નોટરી પંકજ જોટંગીયા (રહે. બધા હરી પાર્ક-4, એરપોર્ટ રોડ) વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કોર્ટફરિયાદમાં રોશનભાઈએ જણાવ્યા મુજબ, જયદીપ વર્ષોથી તેનો મિત્ર હતો. તેને હાઉસકિપિંગનો બીઝનેશ ચાલુ કરવો હતો. જેથી બંને સર્વે કરતા હતા. જે દરમિયાન માલવભાઈ રૂૂપેરા સાથે સંપર્ક થતાં તેની સાથે પાર્ટનરશીપમાં બીઝનેશ શરૂૂ કરવાનું – નક્કી કરી 2020માં અમદાવાદમાં પાર્ટનરશીપ ડીડ તૈયાર કરી હતી. તેમની ગ્રીનીઝોન કંપનીનો તમામ વહીવટ અને હિસાબ જયદીપ સંભાળતો હતો. કારણકે તેશે સીએનો અભ્યાસ કર્યો છે. માલવભાઇ માર્કેટિંગ અને સપ્લાયની કામગીરી સંભાળતા હતા.
દરમહિને જયદીપ નફા-નુક્શાનનો હિસાબ સમયસર આપી દેતો હતો. ત્રણેય ભાગીદારો ભેગા મળી ચર્ચા-વિચારણા કરી લોન લેતા હતા. ડીસેમ્બર 2024 સુધી બધુ બરાબર ચાલ્યું હતું. ત્યાર પછી જયદીપે હીસાબ આપવામાં બહાના બતાવવાનું શરૂૂ કર્યું હતું. બેંક સ્ટેટમેન્ટ માંગતા આપતો ન હતો. આખરે કંપનીનું બેંક સ્ટેટમેન્ટ જોતાં કંપનીના નામે જુદી-જુદી બેંકો અને ફાઈનાન્સ કંપનીઓમાંથી રૂૂા. 75.22 લાખની લોન લેવાયાની માહિતી મળી હતી. જે તમામ રકમ જયદીપ એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. જેમાં બંને ભાગીદારોએ જાણ બહાર કઈ રીતે લોન લીધી તે અંગે પુછતાં તે અંગે આ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.
જેથી જે તે બેંક અને ફાઈનાન્સ કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, જયદીપે તેની અને માલવભાઇની ખોટી સહીઓવાળી રિટાયરમેન્ટ ડીડ નોટરી પંકજ જોટંગીયાની રૂૂબરૂૂમાં તૈયાર કરી હતી. જેમાં પોતાની અને પત્નીની નવી પાર્ટનરશિપ ડીડ નોટરી પંકજ જોટંગીયાની રૂૂબરૂૂ તૈયાર કરી તેમાં પિતા પ્રકાશભાઇની સાક્ષી તરીકે સહી કરાવી તેના આધારે લોન લઈ લીધી હતી. જે અંગે અલગ-અલગ પોલીસ મથકમાં અરજી કર્યા છતાં કોઈ પગલા ન લેવાતા કોર્ટમાં ફોજદારી ઇન્કવાયરી પણ દાખલ કરી હતી. આખરે કોર્ટે એફઆઇઆર કરવાનો હુકમ આપતા એ. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસમાં ફરીયાદી વતી હાઇકોર્ટના એડવોકેટ અમિત આર. તિવારી, રાજકોટના એડવોકેટ પ્રકાશ એન. બેડવા, માધવ બગડા, અશોક વાઘેલા, જોશનાબેન સોલંકી, હિતેશ બેડવા અને આર.કે. વાઘેલા રોકાયા હતા.
