અમરેલી

કોડીનાર તાલુકાના વડોદરા ગામના યુવાનના મૃત્યુ કેસમાં 66.45 લાખનું વળતર ચૂકવવા આદેશ

Published

on

અકસ્માતના બનાવમાં મોટર એક્સિડેન્ટ કલેમ ટ્રિબ્યુનલનો ચુકાદો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડોદરા ગામના આશાસ્પદ અને નવયુવાન સ્વ વિપુલભાઈ રાણાભાઇ વાળા બાંધકામ કોન્ટ્રાક્ટર નું કામ કરતા હતા અને તેઓ ગત તારીખ 08/11/2022 ના રોજ રાત્રિના આશરે 9:30 કલાકની આસપાસ તેઓના હવાલા વાળી મોટરસાયકલ રજીસ્ટર નંબર ૠઉં-32-અઇ-5913 લઈને ઝાંઝરીયા ગામેથી તેઓનું કામકાજ પતાવી કડોદરા ગામ તરફ આવતા હતા તેવા સમયે કોડીનાર ઉના હાઇવે રોડ પર જાયકા હોટલ હોટલ પાસે પહોંચતા ટ્રેક્ટર રજીસ્ટર નંબર ૠઉં-17-ઉ-2094 ના ડ્રાઈવરે ગુજરનારની મોટરસાયકલને હડફેટે લેતા ગંભીર સ્વરૂૂપની ઇજાઓ થતા તારીખ 27/11/2022 ના રોજ અકસ્માતે મોત નીપજેલ.

જેમાં કોડીનાર પોલીસે અકસ્માત કરનાર ટ્રેક્ટરના ડ્રાઇવરની સામે ધોરણસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ ત્યારબાદ આ બાબતે ગુજરનારના વારસદારોએ કોડીનાર ના એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડા દ્વારા મહેરબાન કોડીનારના મોટર એક્સી ક્લેમ ટ્રીબ્યુનલ સમક્ષ તારીખ 21/12/2022 ના રોજ ક્લેમ કેસ નંબર 25/2022 થી અકસ્માત કરનાર ટ્રેક્ટરના માલિક તેમજ ડ્રાઇવર સામે ક્લેમ અરજી દાખલ કરેલ જે અરજીના કામે મહેરબાન કોડીનારના મોટર એકસી ક્લેમ ટ્રિબ્યુનલ જજ એસ. આઈ. ભોરાણીયાએ આ કામે અરજદારોએ રજૂ કરેલ પુરાવા તથા એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડાની દલીલો ધ્યાને લઈ તારીખ 14/10/2024 ના રોજ ગુજરનારના વારસદારોને વળતર ની રકમ રૂૂપિયા 66,45,000/- તેમજ તેના ઉપર અરજી ની તારીખથી 9% લેખેનું વ્યાજ રૂૂપિયા 12,00,000/- મળી કુલ રૂૂપિયા 78,45,000/- તથા ખર્ચ સહિતની તમામ રકમ ચૂકવવા સામાવાળા ડ્રાઇવર તથા માલિક ની સામે હુકમ કરેલ છે.


આ બનાવમાં સંડોવાયેલ ટ્રેક્ટર ના માલિકે વીમો ઉત્તરાવેલ ન હોય જેથી આવડી મોટી રકમ ટ્રેક્ટર ના ડ્રાઈવર તથા માલિક સંયુક્ત તથા વિભક્ત રીતે ચૂકવવા જવાબદાર થયા છે. આના ઉપરથી વાહન માલીકોએ વીમો લેવો કેટલું જરૂૂરી છે તેનો બોધપાઠ લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version