રાજકોટ જિલ્લામાં દાખલ થયેલા આઠ ગુનામાં રૂા.1.78 કરોડની હેરાફેરીની તપાસમાં સુરત કનેકશન ખુલ્યુ, ત્રણની શોધખોળ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતા તત્વો સામે ’ઓપરેશન મ્યુલ હન્ટ-2.0’ અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ગુનેગારોને કમિશનની લાલચે પોતાના બેંક ખાતા ભાડે આપતા તત્વો પર પોલીસે ધોંસ બોલાવી છે. જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં સાયબર ફ્રોડ અંતર્ગત કુલ 8 ફરિયાદ નોંધીને 16 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.
રાજકોટ રૂૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા એરોપીઓએ રૂૂ.પ હજારથી લઈ રૂૂા. 10 હજારમાં એક મહિના માટે પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હતા. અમૂક ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ પણ પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હતા.
પરંતુ તેમને પોતાના એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે ભાડે લેવાયાની જાણ ન હોવાથી તેમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા નથી. જેમણે જાણકારી સાથે પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હતા તેમને જ આરોપી બનાવાયા છે. આગામી દિવસોમાં વધુ ગુના દાખલ થશે. જે ખાતાધારકો સામે ગુના દાખલ થયા છે તેમના ખાતામાં ગેમિંગની રકમ પણ જમા થયા હતા. જેને હાલ ધ્યાને લેવાઈ નથી. માત્ર સાયબર ફ્રોડની રકમ જ ધ્યાને લેવાઈ છે. વિંછીયા, ગોંડલ સિટી બી. ડિવિઝન, મેટોડા, જસદણ, ગોંડલ તાલુકા અને પડધરી પોલીસ મથકમાં એક જ્યારે ધોરાજી પોલીસ મથકમાં બે મળી કુલ આઠ ગુના દાખલ થયા છે.
વિંછીયાના ગુનામાં બે આરોપીઓ સાગર ધીરુભાઈ ! ઝાપડીયા અને યોગેશ મુકેશભાઈ રાઠોડ (રહે. બંને વિંછીયા), ગોંડલ સિટી બી. ડિવિઝનના ગુજ માનશા રહેમાનશા શાહમદાર (રહે. વોરાકોટડા રોડ, ગોંડલ, હાલ જામનગર), મોસીન દાઉદ શાહમદાર (રહે. રણજીત રોડ, જામનગર), હુસેન ગફારભાઈ કાસમાણી (રહે. અલસફા સોસાયટી, જામનગર), મેટોડા પોલીસના ગુનામાં મિતલ ગોપાલદાસ રૂૂપારેલીયા (એસઆરપી કેમ્પ સામે, રાજકોટ), જસદણ પોલીસના ગુનામાં મહિપત વિરજીભાઈ પરમાર (રહે. ગઢડીયા, તા.જસદણ), ગોંડલ તાલુકા પોલીસના ગુનામાં ભરત અરજણદાસ રાવતાણી (રહે. પરસાણાનગર શેરી નં.7, જામનગર રોડ), ધોરાજી પોલીસના ગુનામાં હિતેશ જમનભાઈ સલાટ (રહે. ધોરાજી), સોહેલ સિધિક શેખ (રહે. ધોરાજી), શકીલ યુસુફ અગવાન (રહે. ધોરાજી) અને પડધરી પોલીસના ગુનામાં સાગર બાલકૃષ્ણ દાણીધારીયા (રહે. રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા અને વોન્ટેડ શખ્સોના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને સાયબર ઠગો દ્વારા આશરે 1 કરોડ 78 લાખ રૂૂપિયાનું મોટું ફ્રોડ આચરવામાં આવ્યું હતું. આ અંગે નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદો મળી હતી. સાયબર ગુનેગારો સામાન્ય લોકોને ટૂંકી કમાણીની લાલચ આપી તેમના બેંક ખાતા (મ્યુલ એકાઉન્ટ) મેળવતા હતા અને તેમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરાવી લેતા હોવાનો ખુલાસો થયો છે
