સમગ્ર દેશમાં સાયબર ફ્રોડના ગુનાઓ વધી રહ્યાં છે. આ ગુનાઓ અટકાવવા માટે તમામ રાજ્યોની પોલીસ સક્રિય થઈ ગઈ છે. તેવી જ રીતે ગુજરાત પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે સાયબર ગુનેગારોને પોતાના એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે. ગુજરાત પોલીસે આવા એકાઉન્ટ સામે ઓપરેશન મ્યૂલ હન્ટ શરૂૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહીમાં નોંધાઈ છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે એકસ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, અનેક લોકો પોતાનું બેંક એકાઉન્ટ સાયબર આરોપીઓને પૈસાની લાલચમાં ભાડે આપી રહ્યાં છે. આ એક ગંભીર અપરાધ છે. આવા મ્યૂલ એકાઉન્ટ ધારકો વિરૂૂદ્ધ ગુજરાત પોલીસે ઓપરેશન મ્યૂલ હન્ટ શરૂૂ કરવામાં આવ્યું છે. છેલ્લા છ દિવસમાં અત્યાર સુધીમાં આ મુદ્દે 365 એફઆઈઆર કરવામાં આવી છે.
જેમાં 215 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમને રોકવા માટે ગુજરાત પોલીસને મહત્ત્વની સફળતા સાંપડી રહી છે. સાયબર માફિયાઓ દ્વારા અવનવા કીમિયા અખત્યાર કરીને લોકોને છેતરવામાં આવે છે અને ત્યારપછી તેમના પાસેથી લાખો-કરોડો રૂૂપિયા ઉસેડી લઈને તે પૈસા ભાડે લીધેલા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી ચાઉં કરી જવામાં આવતા હોવાનું ધ્યાન પર આવતાં જ પોલીસે ’ઓપરેશન મ્યુલ હન્ટ’ શરૂૂ કરી છ દિવસમાં જ 215 લોકોની ધરપકડ કરી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મુખ્ય શહેરો ઉપરાંત જે-તે જિલ્લામાં પણ આ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે.
ખાસ કરીને પોતાનું બેન્ક એકાઉન્ટ કમાણી કરવાના આશયથી સાવબર માફિયાઓને સોંપી દેવામાં આવતું હોવાથી આવા લોકો સામે પોલીસે ગુના નોંધી ધરપકડ કરવાનું શરૂૂ કર્યું છે. છ દિવસથી ચાલી રહેલી આ કાર્યવાહી દરમિયાન 365 લોકો સામે ફરિયાદ નોંધી 215ની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે એક્સ ઉપર જણાવ્યું હતું. હજુ આવનારા દિવસોમાં પણ ઓપરેશન મ્યુલ હન્ટ’ વધુ જોર પકડશે અને દરેક સ્તરના માફિયાઓ સુધી પહોંચી તેમની ધરપકડ કરવામાં આવશે. સાયબર માફિયાઓ એકાઉન્ટ ભાડે આપનાર ધારકને મામૂલી કમિશન જેવું કે એકથી દસ હજાર રૂૂપિયા ચૂકવી પોતે લાખો-કરોડો રૂૂપિયા ઉપાડી ઘરભેગા કરી દેતા હોવાનું જાણતા હોવા છતાં લોકો લાલચમાં આવીને બેન્ક એકાઉન્ટ ભાડે આપી રહ્યા હોવાથી પોલીસે મુળમાં ઘા કરી આવા લોકોને પકડયા છે. હવે એકાઉન્ટ ભાડે મેળવવા માટે સર્ચ ઓપરેશન ચલાવનાર લોકોને પકડવામાં આવશે. એકંદરે આખેઆખી ચેઈનને તોડી પાડવા માટે પોલીસ અત્યારે મથી રહી છે.

