Site icon Gujarat Mirror

ખામેનેઈના મૃત્યુ બાદ ‘X’ એકાઉન્ટ પરથી ઈઝરાયેલને ખુલ્લી ધમકી

ઝિઓનિસ્ટ શાસનને પરિણામ માટે તૈયાર રહેવા તાકીદ

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પ્રથમ પોસ્ટે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પોસ્ટમાં ઈઝરાયેલને ગંભીર ચેતવણી આપવામાં આવી છે અને સાથે જ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી તસવીર પણ શેર કરવામાં આવી છે.

ખામેનેઈના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી આ એઆઈ તસવીરમાં મિસાઈલ નિર્માણની પ્રક્રિયાથી લઈને તેને લોન્ચ કરવા સુધીના તમામ તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે. તસવીરમાં ઈરાની વૈજ્ઞાનિકો મિસાઈલ તૈયાર કરતા, સૈન્ય કર્મચારીઓ તેને છોડતા અને અંતે તે મિસાઈલ લક્ષ્ય પર ત્રાટકતી હોય તેવું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, ઝિઓનિસ્ટ શાસને મોટી ભૂલ કરી છે અને તેના પરિણામો તેમને નિરાશ કરી દેશે.

નોંધનીય છે કે, 86 વર્ષીય અયાતુલ્લા અલી ખામેનેઈનું ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં મોત થયું હતું, જેની પુષ્ટિ 1 માર્ચના રોજ કરવામાં આવી હતી. તેમના મૃત્યુ બાદ કરવામાં આવેલી આ પ્રથમ પોસ્ટને ઈઝરાયેલ માટે ઈરાનની સીધી અને સ્પષ્ટ ધમકી માનવામાં આવી રહ્યો છે.

Exit mobile version