ગુજરાત
દીવમાં પાર્કિંગના નામે પ્રવાસીઓ પાસેથી ઉઘાડી લૂંટ
ખાણી-પીણીની ચીજોના પણ કાળાબજાર, પર્યટક સ્થળોએ શૌચાલય જેવી સુવિધાઓ ગંધારી ગોબરી
દિવાળી નાં તહેવારો અને વેકેશન દરમિયાન સૌરાષ્ટ્ર નાં ધાર્મીક સ્થળો ની સાથે દીવ નાં પ્રવાસન સ્થળ એ દારૂૂ ,બીચ દરીયો અને ઐતિહાસિક સ્થળો ઊપર સહેલાણીઓ મોટી સંખ્યામાં ઊમટી પડતાં ચારે તરફ હજારો વાહનો ની ભિડ લાગી જતાં દીવ પ્રસાશન દ્વારા નક્કી કરેલાં વાહન પાર્કિંગ એરીયા ટુંકા પડતાં લોકો એ પોતાનાં વાહનો જાહેર રસ્તા અને ખાનગી માલીકી નાં મકાન દુકાન અને ખાલી પડેલી જગ્યા એ પાર્કિંગ કરી દીવ નાં વિવિધ પ્રવાસન જોવાં લાયક સ્થળો એ પગ પાળા ચાલી તહેવાર દરમ્યાન મોજ માણી રહ્યા હતા.
પરંતુ દીવ નાં પ્રવાસન સ્થળ એ આવતાં લોકો પાર્કિંગ કોન્ટ્રાકટર નાં ચારે તરફ ઊધરાણા કરતાં લુખ્ખા તત્વો નાં ત્રાસ થી ત્રાહીમામ પોકારી ઊઠયા હતા આ બધુંજ દીવ પ્રસાશન નાં અધિકારી ની મીઠી નજર હેઠળ થતું હોય તેમ જોવાં મળતું હોવા છતાંય કોઇ આ પાર્કિંગ નામે ઊધરાણા બંધ કરાવવા હિંમત દેખાડવા ત્યાર નહીં હોવાનાં કારણે પાર્કિંગ ન હોય તેવાં જાહેર માર્ગ ઊપર પોતાનાં પ્રાઈવેટ વાહનો ઊભા રાખી દીવ પ્રવાસન સ્થળ પર મોજમસ્તી માણવા આવેલા હજારો વાહન માલીકો ડ્રાઇવરો પ્રવાસી પાસે ગેરકાનૂની રીતે દાદાગીરી કરીને પાર્કિંગ નાં પૈસા વસુલાત કરાયાં હોવાની સેંકડો ફરીયાદો ઊઠતી હોવાનું નજરે જોવા મળ્યું હતું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશ માંથી આવતાં હજારો પ્રવાસીઓ નાનાં બાળકો મહિલાઓ બહેન દિકરી ફેમેલી સાથે વિવિધ સ્થળો નિહાળવા આવતાં હોય છે પરંતુ દેશ વિદેશમાં ખ્યાત દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ વિકાસ સ્વચ્છતા અને હરીયાળી ક્રાંતિના મહાનાયક ગણાતો દરીયાની લ્હેર નો પ્રદેશ શાસકો ની નાં કામયાબી ગણો કે પછી આંખ આડા કાન તંત્ર નાં હોય તેવો તાલ સર્જાયો હોય તેમ ચર્ચ, કિલ્લા,ખુખરી પોઈન્ટ નાગવા બીચ, ગંગેશ્વર પોઈન્ટ સહિત વિવિધ સ્થળોએ ટોઇલેટ જાજરૂૂ ની સુવિધા ઉપલબ્ધ હોવાં છતાંય ત્યાં પાણી ની વ્યવસ્થા નાં અભાવે ગંદા અને ભારે દુર્ગંધ ફેલાવતાં હોવાનાં કારણે હજારો ની સંખ્યા માં મહિલા પુરુષ બાળકો દીકરી ઓ ભારે શરમજનક સ્થિતિમાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને જાહેર જગ્યા ખુલ્લી જગ્યામાં કુદરતી પ્રક્રિયા કરવાં ફરજ પડી હતી.
દીવ દમણ પ્રસાશન દ્વારા દીવ ને આકર્ષણ બનાવવા કરોડો રૂૂપિયા નો ખર્ચ કરી રહી છે દરેક જગ્યા એ પાર્કિંગ પણ મુકી ને કોન્ટ્રાકટર ને હવાલે કરી દીધા લાખો રૂૂપિયા પાર્કિંગ નામે ઊધરાણા કરી લેવાયાં પછી જે સ્થળે જાજરૂૂમ ટોઇલેટ ની વ્યવસ્થા ઊભી કરવાં છતાં તેને તાળા મારી દેવાય છે અથવા પાણી ની વ્યવસ્થા નહીં હોવાનાં કારણે ગંદા અને દુર્ગંધ ફેલાવતાં નજરે જોવા નાં કારણે મહિલા નાનાં બાળકો અને બહેન દીકરી ને મુશ્કેલી અનુભવી પડે તે દીવ નાં પ્રવાસન વિભાગ માટે અને દીવ નાં ઉચ્ચ અધિકારી માટે શરમજનક બાબત હોવાનો શુર ઊઠવા પામેલ છે.
દીવ મ્યુનિસિપલ એરીયા વિસ્તારમાં બંદર ચોક, ફોર્ડ કિલ્લો તેમજ ખુખરી પોઈન્ટ નાગવા બીચ ગંગેશ્વર મહાદેવ મંદિર જેવાં ફરવા લાયક ઐતિહાસિક સ્થળો એ પાર્કિંગ જોન એરીયા નક્કી કરી તેને કોન્ટ્રાકટર એજન્સી હવાલે કરીને પાર્કિંગ નક્કી કરેલા દરો વસુલાત કરવાનાં હોય છે અને જ્યાં સુધી વાહન પાર્કિંગ એરીયા માં હોય ત્યાં સુધી જવાબદારી પાર્કિંગ એજન્સી ની રહેછે.આ બાબતે દીવ કલેકટર તેમજ દીવ એસ પી દમણ પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દીવ આવતાં પ્રવાસીઓ પાસે પાર્કિંગ નામે ઊધરાણા કરતાં લોકો નાં ચોક્કસ પાર્કિંગ પોઈન્ટ એરીયા નક્કી કરવા તેમજ જાહેર જોવાં લાયક ઐતિહાસિક સ્થળો ઊપર સહેલાણીઓ માટે
જાજરૂૂમ ટોઇલેટ ની વ્યવસ્થા કાયમી ધોરણે પાણી સફાઈ કર્મચારી સાથે ઊભી કરવા તેમજ દીવ, નાગવા, ચર્ચ કિલ્લા, ગંગેશ્વર પોઈન્ટ ખુખરી પોઈન્ટ જેવાં સ્થળોએ વેચાતાં પાણી વેફરસ ખાઘ ચીજવસ્તુઓ નાં પ્રિન્ટ મુજબ નાં ભાવો ધંધો કરતા વેપારી દુકાનદારો પ્રવાસી પાસે વસુલાત કરે તેવી ફરજો પાડવાં અને ટુરીસટો ને લુંટતા બચાવવાં માંગણી ઉઠવા પામી છે.