ગુજરાત
લોન ચૂકવવા આપેલ ચેક રિટર્ન થતા આરોપીને એક વર્ષની જેલ સજા
પરિવાર ક્રેડિટ સોસાયટીના કેસમાં ચુકાદો
આરોપીએ પરિવાર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી પ્રાઇવેટ લીમીટેડ મંડળીમાંથી પોતાના અંગત ઉપયોગ સર લોન પેટે પૈસા લીધેલ હતા. ત્યારબાદ મંડળીના નીયમો અનુસાર આરોપીએ લોનના હપ્તા મંડળીમાં નિર્ધારિત સમયસર જમા કરાવેલ નહી, જેથી ફરિયાદી મંડળીએ લેણી નીકળતી રકમ પરત માંગતા આરોપીએ ફરીયાદીને લોન રકમ પરત ચૂકવવા ચેક આપેલ હતા. પરંતુ આરોપીનો ચેક બેન્કમાં જમા કરાવતાં સદરહુ ચેક બેન્કમાં જમા થયા વિના બાઉન્સ થઇ પરત ફરેલ હતો.
ચેક બાઉન્સ થતા ફરિયાદી મંડળીએ તેમના એડવોકેટ ઈશાન ભટ્ટ મારફતે આરોપી ઉપર કાયદાકિય કાર્યવાહીઓ હાથધરી જેથી એડવોકેટ ભટ્ટે કાયદાની જોગવાઈઓ પ્રમાણે આરોપીને લીગલ નોટીસ આપી ચેક રકમ ચૂકવી આપવા જણાવેલ, જે નોટિસ આરોપીને બજી ગયા છતાં પણ આરોપીએ ચેક રકમ મંડળીમાં જમા કરાવેલ નહિ, જેથી એડવોકેટ ઈશાન ભટ્ટે ફરિયાદી વતી રાજકોટની કોર્ટમાં આરોપી વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અનુસાર લેખિત ફોજદારી ફરિયાદ દાખલ કરી મંડળી વતી કોર્ટની કાર્યવાહીઓ કરેલ.
વકીલ ઈશાન ભટ્ટે કોર્ટમાં ફરિયાદી વતી કાયદાકિય લડત આપતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવતા આરોપીને એક વર્ષની જેલ કેદની સજા તેમજ એક મહિનાની અંદર ફરિયાદ વાળા ચેકની રકમ આરોપીએ મંડળીને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ તથા જો ચેક રકમ ચુકવવામાં આરોપી કસૂર કરે તો તે સંજોગોમાં આરોપીએ વધુ છ માસની જેલ કેદની સજા ભોગવવાનો આખરી હુકમ ફરમાવેલ. હાલના કેસમાં ફરિયાદી મંડળી વતી રાજકોટના ખ્યાતનામ લાભ એડવોકેટ્સ એન્ડ અસોસિએટના સિનિયર એડવોકેટ હેમંત ભટ્ટ, ઈશાન ભટ્ટ, તેમજ દિવ્યેશ કલોલા, મેહુલ ઝાપડા, વીકાસ ગોવામી રોકાયેલા હતા.