આંતરરાષ્ટ્રીય
સ્વીડનના એક શહેરમાં ભીખ માગવા લાઇસન્સ લેવું પડે છે
આપણે ત્યાં ડ્રાઇવિંગનું લાઇસન્સ હોય, ગન-રિવોલ્વરનું લાઇસન્સ હોય, પણ ભીખ માગવાનું લાઇસન્સ હોય એવું સાંભળ્યું છે ક્યારેય? આપણે ત્યાં તો રેલવે-સ્ટેશન, બસ-સ્ટેન્ડ, મંદિર-મસ્જિદ, દરેક ઠેકાણે ભિક્ષુકો ગમે ત્યાં ગમે ત્યારે હાથ લાંબો કરતા હોય છે. તેમને કોઈ રોકટોક નથી હોતી, પરંતુ યુરોપિયન દેશ સ્વીડનમાં એસ્કિલસ્ટુના નામનું શહેર છે ત્યાં એવું નથી.
સ્વીડનના પાટનગર સ્ટોકહોમની પશ્ચિમ દિશાએ આવેલા એસ્કિલસ્ટુના શહેરની વસ્તી માંડ એકાદ લાખની છે. 2019થી અહીં ભિક્ષુકવૃત્તિ કરવા માટે લાઇસન્સ ફરજિયાત કરી દેવાયું છે. એ માટે એક આઇડી કાર્ડ અને 250 સ્વીડિશ ક્રોના (લગભગ 2026 રૂૂપિયા) ફી ચૂકવવાની હોય છે. લાઇસન્સ પ્રથા શરૂૂ કરવા પાછળનું સરકારનું કારણ પણ વાજબી છે. કોઈ રોકટોક વિના ભીખ માગવા કરતાં લાઇસન્સ પ્રથા શરૂૂ કરીને સરકારે ભિક્ષુકવૃત્તિને અઘરી બનાવવી છે. શહેરમાં કેટલા લોકોને ભીખ માગવાની જરૂૂર પડે છે એની પણ શાસકોને ખબર પડશે અને એવા લોકોનો સંપર્ક કરીને તેમને જરૂૂરિયાત પ્રમાણેની મદદ કરવી હશે તો પણ એ માટે સરળતા રહેશે. લાઇસન્સ પ્રથાની અસર એવી થઈ છે કે કેટલાક લોકોએ ભીખ માગવાને બદલે નાનાં-મોટાં કામ શોધવાનું શરૂૂ કરી દીધું છે.