ગુજરાત

સ્ટ્રોકથી દર બે મિનિટે એક વ્યક્તિનું મોત

Published

on

29 ઓકટોબરને “વર્લ્ડ સ્ટ્રોક ડે’ તરીકે ઉજવવામાં આવે છે. દરેક વર્ષે વિશ્વમાં સ્ટ્રોક આવવાની સમસ્યા વધતી જ જાય છે. આ એક સ્વાસ્થળ સંબંધિત ચિંતાનો વિષય છે. આ વર્ષની વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ “ગ્રેટર ધેન સ્ટ્રોક એક્ટિવ ચેલેન્જ’ છે. આ થીમ સ્ટ્રોકને રોકવા માટે શારીરિક પ્રવૃત્તિ અને સક્રિય આરોગ્ય સંભાળને પ્રોત્સાહિત કરવાના વૈશ્વિક અભિયાન સાથે સંરેખિત થાય છે.


આ ગંભીર સ્ટ્રોકથી બચવા માટે તમારી જીવનશૈલીમાં તમારે કેટલાક ફેરફાર કરવા જરુરી છે. તેના પ્રત્યે જાગૃતિ માટે જ દર વર્ષે વર્લ્ડ સ્ટ્રોક ડે મનાવવામાં આવે છે. ગંભીર સ્ટ્રોકની સમસ્યાથી બચવા માટે ડાયાબિટીસ, સ્થુળતા, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ સંબંધિત સમસ્યાઓને નિયંત્રણમાં રાખવાની જરુર છે. તેવામાં હેલ્ધી લાઇફસ્ટાઇલ ખુબ જરુરી છે. સ્ટ્રોક અંગે વધુ જાગૃતતા લાવવા અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં તેના નિવારણના ધોરણો અંગે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડો. વિકાસ જૈન (ક્ધસલ્ટન્ટ- ઇન્ટરવેન્શનલ ન્યુરો રેડિયોલોજીસ્ટ અને પેરિફેરલ વેસ્ક્યુલર ઇન્ટરવેન્શનિસ્ટ) ડો. જીગરસિંહ જાડેજા (ક્ધસલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઇન સર્જન, ડો.વિરલ વસાણી (ક્ધસલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન), એવધુ માહિતી આપી.

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટની ડોક્ટર્સ ટીમ જણાવે છે કે, “સ્ટ્રોક એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે. તેમાં લોહીના પુરવઠામાં વિક્ષેપ પડતા મગજને નુકશાન થાય છે. ચાલવામાં, બોલવામાં અને સમજવામાં તકલીફ થવી એ સ્ટ્રોકના લક્ષણો છે. હાથ, પગ કે ચહેરાનો લકવો અને નિષ્ક્રિયતા પણ સ્ટ્રોકના લક્ષણ છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને આ સ્ટ્રોકથી બચી શકાય છે.


એક મેડિકલ રિસર્ચ અનુસાર દેશમાં દર બે મિનિટે એક વ્યક્તિ સ્ટ્રોકથી મૃત્યુ પામે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા અનુસાર, કેન્સર પછી દેશમાં મૃત્યુનું સૌથી સામાન્ય કારણ સ્ટ્રોક છે. દર વર્ષે આ રોગના 18 મિલિયન કેસ આવે છે. તેમાંથી 25 ટકા દર્દીઓની ઉંમર 40 વર્ષથી ઓછી હોય છે. સ્ટ્રોકના મુખ્ય કારણોમાં હાઈ બ્લડ પ્રેશર અને હવાનું પ્રદૂષણ પણ માનવામાં આવે છે. સ્ટ્રોક વિશે લોકોમાં જાગૃતિનો અભાવ છે. ઘણા કિસ્સાઓમાં, દર્દીઓ ખૂબ મોડા હોસ્પિટલ પહોંચે છે. જ્યારે, આ રોગમાં દરેક મિનિટ મહત્વપૂર્ણ છે. એટલા માટે એ મહત્વનું છે કે લોકો લક્ષણો ઓળખે અને સમયસર સારવાર મેળવે.


વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ દ્વારા કાર્ડિયાક અવેરનેસને પ્રોત્સાહન આપવાના તેના ચાલુ પ્રયાસમાં તાજેતરમાં કાર્જિયાક અરેસ્ટમાં પ્રાથમિક સારવાર માટે કટોકટી દરમિયાનગીરી પર લાઈવ ડેમોસ્ટ્રેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version