Site icon Gujarat Mirror

રૈયાધારના ત્રણ બહેનના એકના એક ભાઇનું પાળ ગામે નદીમાં ડૂબી જતાં મોત

યુવાન મિત્રની નજર સામે જ પાણીમાં ગરક થયો, એક મહિનાના માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

પાળ ગામે નદીમાં ન્હાવા પડેલા બે મિત્રો પૈકી રૈયાધારનો એક યુવાન પાણીમાં ગરક થઇ જતાં મોત થયું હતું. ત્રણ મિત્રો ગઇકાલે પાળની નદીએ ન્હાવા ગયા હતાં. જેમાં એક મિત્રએ ન્હાવાનું માંડી વાળ્યું હતું અને તે બહાર ઉભો હતો. જ્યારે બે મિત્રો અંદર કુદ્યા હતાં. એ પછી પચ્ચીસ વર્ષનો યુવાન ડુબી જતાં મોત થયું હતું. કરૂૂણતા એ છે કે આ યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો.

જાણવા મળ્યા મુજબ રૈયાધારમાં રેતો અજયભાઇ રાજુભાઇ સમેચા (ઉ.વ.25) નામનો યુવાન ગઇકાલે પોતાના મિત્રો હુડકો ચોકડી પાસે રહેતાં પ્રવિણ દેવાભાઇ કોળી (ઉ.વ.2પ) અને રૈયાના બાવ હીરાભાઇ (ઉ.વ.રર) સાથે પાળ ગામને ન્યારી ડેમ પાછળના ભાગે જસવંતપુરા નજીક નદીમાં ન્હાવા માટે ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ બાવ ન્હાવા ગયો નહોતો. જ્યારે અજયભાઇ અને પ્રવિણ નદીમાં ઉતર્યા હતાં. ન્હાતા ન્હાતા અજયભાઇ ઉંડા પાણીમાં ગરક થવા માંડતાં મિત્રએ તેને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે ડુબી ગયો હતો.

આ ઘટનાથી બંને મિત્રો હેબતાઇ ગયા હતાં. ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરમેન જયપાલસિંહ ઝાલા, ઓપરેટર રાજદિપસિંહ ઝાલા, હરેશભાઇ ગોંડલીયા, રાજેશભાઇ બારૈયા, જતીનભાઇ પરમાર, હાર્દિકભાઇ નાકીયા, અર્જુનસિંહ ચુડાસમા, ડ્રાઇવર હરવિજયસિંહ સહિતના પહોંચી ગયા હતાં. લાંબો સમય સુધી પાણીમાં શોધખોળ કર્યા બાદ અજયભાઇનો મૃતદેહ હાથમાં આવતાં બહાર કાઢી લોધીકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્યુ પામનાર અજયભાઇ રૈયાધારમાં પરિવાર સાથે રહી ચંદ્રેશનગરની શાક માર્કેટમાં લીંબુ, મરચા, આદુનો મસાલો વેંચી ગુજરાન ચલાવતો હતો. તે ત્રણ બહેનનો એકનો એક બીજા નંબરનો ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો. તેને સંતાનમાં એક દિકરો જે હજુ એક મહિનાનો છે.આ બનાવથી સમેચા પરિવારમાં શોક છવાયો હતો.

Exit mobile version