Site icon Gujarat Mirror

ઓસ્કાર-2026માં ‘વન બેટલ આફ્ટર અનધર’નો દબદબો, 5 એવોર્ડ જીત્યા

બેસ્ટ એક્ટરનો એવોર્ડ માઇકલ બી. જોર્ડનને, જેસિકા બકલી બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ બની ‘સેન્ટિમેન્ટલ વેલ્યૂ’

ઓસ્કારનો પ્રથમ કાસ્ટિંગ કેટેગરીનો એવોર્ડ કસાન્ડ્રા કુલુકુન્ડિસને, બેસ્ટ ડાયરેકટર બન્યા પોલ થોમસ એન્ડરસન

98માં એકેડેમી એવોર્ડ્સનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે શોને કોમેડિયન કોનાન ઓ’બ્રાયન હોસ્ટ કરી રહ્યા છે. આ વર્ષે ’સીનર્સ’ 16 નોમિનેશન સાથે ઇતિહાસ રચી રહી છે, જ્યારે લિયોનાર્ડો ડિકેપ્રિયોની ’વન બેટલ આફ્ટર અનધર’ પણ મજબૂત ટક્કર આપી રહી છે. ભારત માટે ખાસ વાત એ છે કે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પ્રેઝન્ટેટર તરીકે સામેલ થઈ છે.

બેસ્ટ એક્ટર – માઈકલ બી. જોર્ડન (સીનર્સ): રાયન કૂગલરની ફિલ્મ ’સીનર્સ’ના ખાતામાં આ વર્ષની સૌથી મોટી જીત આવી છે. ફિલ્મમાં ડબલ રોલ નિભાવીને પ્રેક્ષકો અને વિવેચકોના દિલ જીતનાર લીડ સ્ટાર માઈકલ બી. જોર્ડનને તેમના કરિયરનો પ્રથમ ઓસ્કર એવોર્ડ મળ્યો છે. પોતાની શાનદાર એક્ટિંગના જોરે તેમણે ’બેસ્ટ એક્ટર’ની કેટેગરીમાં બાજી મારીને ઈતિહાસ રચી દીધો છે.

હોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક પોલ થોમસ એન્ડરસનને તેમની ફિલ્મ ’વન બેટલ આફ્ટર અનધર’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લિયોનાર્ડો ડિકેપ્રિયો સ્ટારર આ ફિલ્મ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકો માટે એક ’સરપ્રાઈઝ પેકેજ’ સાબિત થઈ હતી, જેમાં એન્ડરસનના અદભૂત નિર્દેશનની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ જીત સાથે એન્ડરસને ફરી એકવાર સિનેમા જગતમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી છે.

ઓસ્કાર નોમિનેશનમાં સરપ્રાઈઝ બનીને ઉભરેલી નોર્વેજિયન ફિલ્મ સેન્ટિમેન્ટલ વેલ્યૂને બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં પસંદ કરવામાં આવી હતી. જયારે બેસ્ટ સોન્ગ – ગોલ્ડન (કે-પોપ ડેમન હન્ટર્સ ) ’કે-પોપ ડેમન હંટર્સ’ એ સૌથી મોટું સરપ્રાઈઝ આ કેટેગરીમાં આપ્યું છે. તેનું ગીત ગોલ્ડન ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ પોપ સોન્ગ બની ગયો છે.

લિયોનાર્ડો ડિકેપ્રિયોની ફિલ્મ ’વન બેટલ આફ્ટર અનધર’ 98માં ઓસ્કર એવોર્ડ્સમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 4 મહત્વના એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે, જેમાં બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (શોન પેન), બેસ્ટ એડિટિંગ અને ઓસ્કરના ઇતિહાસમાં પહેલીવાર શરૂૂ કરાયેલી કેટેગરી બેસ્ટ કાસ્ટિંગનો સમાવેશ થાય છે. આ જીત સાથે ફિલ્મ મુખ્ય કેટેગરીઝમાં પોતાની મજબૂત પકડ જાળવી રહી છે.

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે – ’સીનર્સ’ ના રાઈટર-ડાયરેક્ટર રાયન કૂગલરને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ’સીનર્સ’ના ખાતામાં અત્યાર સુધીમાં કુલ 3 એવોર્ડ (એડિટિંગ, સ્કોર અને સ્ક્રીનપ્લે) આવી ગયા છે.

બેસ્ટ સિનેમેટોગ્રાફી – ઓટમ ડુરલ્ડ આર્કાપો ’સીનર્સ’ માટે ઓટમ ડુરલ્ડ આર્કાપોએ બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જીત્યો છે. આ ટેકનિકલ કેટેગરીમાં ઓસ્કર જીતનાર તેઓ પ્રથમ મહિલા બની ગયા છે. જયારે એન્ડી જર્ગેનસન લિયોનાર્ડો ડિકેપ્રિયોની ફિલ્મ ’વન બેટલ આફ્ટર અનધર’ માટે એન્ડી જર્ગેનસનને બેસ્ટ ફિલ્મ એડિટિંગનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

બેસ્ટ એનિમેટેડ ફીચર – ’કે-પોપ ડેમન હન્ટર્સ’ દુનિયાભરમાં લોકપ્રિય બનેલી ’કે-પોપ ડેમન હન્ટર્સ’ ને આ વર્ષનો બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જયારે ’F1’ બ્રાડ પિટની કાર રેસિંગ ડ્રામા ફિલ્મ ’F1’ એ બેસ્ટ સાઉન્ડ કેટેગરીમાં જીત મેળવીને પોતાનું ખાતું ખોલ્યું છે. બેસ્ટ ઓરિજિનલ સ્કોર – લડવિગ ગોરાન્સન (સીનર્સ) મ્યુઝિક કમ્પોઝર લડવિગ ગોરાન્સનએ ’સીનર્સ’ માટે પોતાનો ત્રીજો ઓસ્કર જીત્યો છે. અગાઉ તેઓ ’બ્લેક પેન્થર’ અને ’ઓપનહાઈમર’ માટે પણ જીતી ચૂક્યા છે.

બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઈલિંગ – ’ફ્રેન્કેન્સ્ટાઈન’ પીરિયડ સેટિંગ અને હોરર લુકને શાનદાર રીતે રજૂ કરવા બદલ ’ફ્રેન્કેન્સ્ટાઈન’ ની ટીમે મેકઅપ અને હેરસ્ટાઈલિંગમાં જીત મેળવી છે. બેસ્ટ કાસ્ટિંગનો પહેલો ઓસ્કર ઓસ્કરના ઇતિહાસમાં પહેલીવાર ’કાસ્ટિંગ’ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. આ યાદગાર એવોર્ડ ’વન બેટલ આફ્ટર અનધર’ માટે કસાન્ડ્રા કુલુકુન્ડિસને મળ્યો છે. ભારતીય-અમેરિકન ફિલ્મમેકર ગીતા ગંધભીર પર સૌની નજર છે. તેમને ’ધ પરફેક્ટ નેબર’ (બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર) અને ’ધ ડેવિલ ઇઝ બીઝી’ (શોર્ટ ફિલ્મ) માટે નોમિનેશન મળ્યું છે.

 

પ્રિયંકા ચોપરા નિક જોનાસનો ઓસ્કાર 2026 રેડ કાર્પેટ લૂક, ફેન્સના દિલ જીતી લીધા
પ્રિયંકા ચોપરા-જોનાસે ઓસ્કારમાં હાજરી આપવા માટે પહોંચી છે. હંમેશની જેમ, તેના પતિ, નિક જોનાસ તેની સાથે જોવા મળ્યા હતા. જ્યાં તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નિક જોનાસે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ચાહકો તેના હાથમાં પવિત્ર દોરો હોવા બદલ તેની પ્રશંસા કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરા ઓસ્કાર રેડ કાર્પેટ પર સફેદ ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે નિક જોનાસ કાળા સૂટમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. સોશિયલ મીડિયા પર ચાહકોને આ ફોટા ખૂબ જ ગમ્યા છે, અને તેઓ કહી રહ્યા છે કે તેઓ ચાહકોના પ્રિય કપલ છે, જેમણે વાસ્તવિક કપલ લક્ષ્યો નક્કી કર્યા છે.

Exit mobile version