Site icon Gujarat Mirror

બાંગ્લાદેશ સાથે ભારતના હાથીદંત, ચાવવાના જુદા, દેખાડવાના જુદા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2026ની સિઝન માટે શાહરૂૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ખરીદ્યો તેના કારણે મચેલી બબાલ માંડ માંડ શાંત થઈ છે ત્યાં હવે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદનો ડખો શરૂૂ થયો છે. દુનિયાભરમાં અત્યારે ક્રિકેટનાં નાનાં ફોર્મેટની લોકપ્રિયતા છે તેથી બધે આઈપીએલ જેવી પ્રીમિયર લીગ શરૂૂ થઈ છે. ક્રિકેટની જન્મભૂમિ મનાતા ઈગ્લેન્ડે આ લોકપ્રિયતાનો લાભ લેવા એક કદમ આગળ વધીને ધ હન્ડ્રેડ લીગ રમાડવાનું નક્કી કર્યું છે. ટી 20માં 20 ઓવર એટલે કે 120 બોલ હોય છે તેના બદલે ધ હડમાં બંને ટીમ સો-સો બોલ રમશે. મતલબ કે લગભગ 17-17 ઓવર રમશે.આ ધ હન્ડ્રેડ લીગ માટે હમણાં હરાજી થઈ તેમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને 1.90 લાખ પાઉન્ડ (અંદાજે 2.34 કરોડ રૂૂપિયા)માં ખરીદ્યો તેમાં બબાલ થઈ ગઈ છે.

સનરાઇઝર્સ લીડ્સની માલિકી તમિળનાડુના શાસક ડીએમકેના કર્તાહર્તા સ્ટાલિનના પિતરાઈ બિઝનેસમેન કલાનિધિ મારનના સન ગ્રૂપની છે અને ટીમની સીઈઓ કલાનિધિની દીકરી કાવ્યા મારન છે. આઈપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની માલિકી પણ સન ગ્રૂપની છે ને કાવ્યા તેની સીઈઓ છે.સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો તેમાં સોશ્યલ મીડિયા પર કહેવાતા દેશભક્તો તૂટી પડ્યા છે અને કાવ્યા મારનની દેશભક્તિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. કહેવાતા દેશભક્તો સ્ટાલિનને પણ નિશાન બનાવી રહ્યા છે અને ભારતમાં આતંકવાદ ફેલાવનારા પાકિસ્તાની ક્રિકેટરને ખરીદીને સ્ટાલિનનો પરિવાર ભારત વિરોધી માનસિક્તા છતી કરી રહ્યો છે એવી કોમેન્ટ્સ પણ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કાવ્યાની ટીમને આઈપીએલમાંથી તગેડી મૂકીને પાઠ ભણાવવો જોઈએ એવી માગણી પણ કેટલાકે કરી છે.

કાવ્યા મારન તો ચૂપ છે પણ સનરાઈઝર્સ લીડ્સના હેડ કોચ ડેનિયલ વિટોરીએ ચોખવટ કરી છે કે, ટીમે એક સ્પેશિયલાઈઝ્ડ સ્પિનર લેવાનું નક્કી કરેલું ને પહેલી પસંદગી ઇંગ્લેન્ડનો સ્ટાર સ્પિનર આદિલ રશીદ હતો પણ ઓક્શનમાં રશીદને સાઉધર્ન બ્રેવે ખરીદી લેતાં સનરાઇઝર્સ લીડ્સે બીજા વિદેશી સ્પિનરના વિકલ્પો પર ધ્યાન આપવું પડ્યું. અબરાર સિવાય બાંગ્લાદેશનો રિશાદ હુસૈન અને પાકિસ્તાનનો ઉસ્માન તારિક ઉપલબ્ધ હતા. અબરાર અહેમદની બેઝ પ્રાઇસ આશરે 92.5 લાખ રૂૂપિયા હતી પણ ઓક્શનમાં તેને ખરીદવા માટે સનરાઇઝર્સ લીડ્સ અને ટ્રેન્ટ રોકેટ્સ વચ્ચે જોરદાર જંગ થયેલો. છેવટે સનરાઇઝર્સે 1.90 લાખ પાઉન્ડ (લગભગ 2.34 કરોડ રૂૂપિયા) આપીન

Exit mobile version