જામનગરના ગાડુકા ગામની સીમમાંથી 2 લાખના ગાંજા સાથે એકની ધરપકડ

ગુજરાત રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત સી.આઇ.ડી. ક્રાઇમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને એક મોટી સફળતા મળી છે. એન્ટી…

ગુજરાત રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત સી.આઇ.ડી. ક્રાઇમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને એક મોટી સફળતા મળી છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રાજકોટ ઝોનની જુનાગઢ વિંગ દ્વારા જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમમાંથી દરોડો પાડી રૂૂ. 2 લાખના ગાંજા સાથે એક શખ્સમને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક લોકેશ યાદવના સીધા માર્ગદર્શન હેઠળ, એ.એન.ટી.એફ. જુનાગઢ વિંગના પી.આઈ આર. જી. બારોટ, પીએસઆઈ આર. બી. દેવમુરારી તથા તેમની સઘન ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસ ટીમને ખાનગી રાહે ચોક્કસ માહિતિ મળી હતી કે ગાડુકા ગામની સીમમાં એક વ્યક્તિ પ્રતિબંધિત માદક પદાર્થનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને ગાડુકા નો જુવાનસિંહ દિપસિંહ જાડેજા ની ધરપકડ કરી તેની પાસેથી 4.033 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. રૂૂ. 2,03,540 ના ગાંજા સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસની આગળની તપાસ જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આરોપી આ નશાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને સ્થાનિક સ્તરે તે કોને સપ્લાય કરવાનો હતો.