ગુજરાત મિરર, જામજોધપુર,તા.6- જામજોધપુર ગીંગણી દરવાજા પાસે જકાત નાકા પાસે આવેલ રબારી પા વિસ્તારમાં આવેલ રામા નાથાભાઈ ભારાઈના રહેણાંક વિસ્તારમાં કાપડની થેલીમાંથી અંગ્રેજી દારૂના ચપટા 20 નંગ મળી આવેલ હતાં. જેમની કિંમત છ હજાર રૂપિયા જેવી હોય આ અંગે આરોપીની સઘન પુછપરછ કરતાં આ દારૂ જામજોધપુરમાં ભગવતીપરામાં રહેતા યોગેશ જીકાભાઈ વાઢેર તથા જામ-જોધપુર તાલુકાના બાલવા ગામે રહેતાં અજયભાઈ બાવાજી નામના શખ્સો દ્વારા આપવામાં આવેલ છે જેથી પોલીસ દ્વારા આ બન્ને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
