રક્ષાબંધનની રાતે બે બહેનના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાત

જામનગર રોડ પર મનહરપુરમાં રહેતાં 18 વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.જાણવા મળ્યા મુજબ, મનહરપુર-1 ગામમાં મામા સાહેબના ખીજડાવાળા…

જામનગર રોડ પર મનહરપુરમાં રહેતાં 18 વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.જાણવા મળ્યા મુજબ, મનહરપુર-1 ગામમાં મામા સાહેબના ખીજડાવાળા રોડ પર ઉમીયા ઢાળ નજીક રહેતાં જયેશ રાજુભાઈ ચાવડા (ઉ.વ.18) નામના યુવાને રાતે અગીયારેક વાગ્યે ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારમાં દેકારો મચી ગયો હતો. કોઇએ જાણ કરતાં 108 પહોંચી હતી. જેના તબિબે જયેશને મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની બે જણ 108ના તબિબ દિનેશભાઇ ધાંધલે કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એન.વી.ચાવડા સહિતે ત્યાં પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર જયેશ બે બહેનનો એકનો એક નાનોભાઈ હતો. રક્ષાબંધનની રાતે જ તેણે આ પગલુ ભરી લીધુ હતું. જો કે આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.