જલારામ બાપાની 227મી જન્મજયંતીએ હાપા મંદિરમાં 10 બાય 10 ફૂટનો રેકર્ડબ્રેક રોટલો તૈયાર કરાયો!

જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણીના ભાગરૂૂપે જામનગર નજીક હાપા સ્થિત સુપ્રસિદ્ધ જલારામ મંદિરમાં અનોખી પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. જલારામ બાપાના ’જ્યાં ટુકડો ત્યાં…

જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણીના ભાગરૂૂપે જામનગર નજીક હાપા સ્થિત સુપ્રસિદ્ધ જલારામ મંદિરમાં અનોખી પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. જલારામ બાપાના ’જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ઢૂંકડો’ના મંત્રને સાર્થક કરતાં મંદિર ખાતે (10 બાય 10ફૂટ)નો વિશાળ રોટલો તૈયાર કરીને રેકર્ડ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ મહાકાય રોટલો માત્ર બે કલાકના ટૂંકા સમયમાં તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 85 કિલો બાજરી, 28 કિલો જુવાર અને બે કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશાળ કદના આ રોટલાને જલારામ બાપાની જન્મજયંતીની પ્રસાદી તરીકે સાંજે મહાઆરતી બાદ ભક્તજનોને અર્પણ કરવામાં આવ્યો છે.

આ વિશાળ રોટલો તૈયાર કરવાની સમગ્ર કામગીરીમાં હાપા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણી તથા તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જલારામ બાપાના અન્નક્ષેત્ર અને સેવાભાવના સંદેશને ઉજાગર કરતી આ અનોખી પ્રસાદી ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.