OMG, ભેંસના માલિક નક્કી કરાવવા પોલીસે કર્યો ઉગઅ ટેસ્ટ

  માણસોના વંશીય સંબંધ, ઓળખ અને કેટલીક વાર ગુનાની તપાસ માટે ડીએનએ ટેસ્ટ કરવો સામાન્ય બાબત છે. પરંતુ ભારતના બિહાર રાજ્યમાં એક વિચિત્ર વિવાદ ઊભો…

 

માણસોના વંશીય સંબંધ, ઓળખ અને કેટલીક વાર ગુનાની તપાસ માટે ડીએનએ ટેસ્ટ કરવો સામાન્ય બાબત છે. પરંતુ ભારતના બિહાર રાજ્યમાં એક વિચિત્ર વિવાદ ઊભો થયો છે. અહીં પોલીસે એક ભેંસના માલિકીહકનો વિવાદ ઉકેલવા માટે તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે. આખો મામલો એવો છે કે બિહારના સીઓત્રા ગામના રહેવાસી સૂરજ યાદવ અને તેમના પાડોશી ગામના રહેવાસી પ્રકાશ માંઝી, બંને એક જ ભેંસ પર પોતાનો માલિકીહક હોવાનો દાવો કરી રહ્યા છે.

આ વિવાદે રાજકીય રંગ ધારણ કર્યો, ત્યારે સ્થાનિક ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ(આઈજી) વિકાસ વૈભવે વૈજ્ઞાનિક ઢબે આ મામલાને શક્ય એટલી વહેલી તકે ઉકેલવાનો આદેશ આપ્યો. તેને પગલે નક્કી કરવામાં આવ્યું કે કથિત રીતે ચોરાયેલી ભેંસ અને તેની કથિત પાડીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, જેથી માલિકીહકના વિવાદને ઉકેલી શકાય.

સૂરજ યાદવ નામની એક વ્યક્તિનો દાવો છે કે તેની ભેંસ થોડા દિવસ પહેલાં ગુમ થઈ ગઈ હતી. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી અને પોતે જ ભેંસની શોધખોળ શરૂૂ કરી હતી. સૂરજ યાદવનો દાવો છે કે ગુમ થયેલી ભેંસની પાડી પણ તેમની પોતાની પાસે છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, થોડા દિવસ પછી તેમને જાણવા મળ્યું કે નજીકના ગામમાં પ્રકાશ માંઝી નામની એક વ્યક્તિના ઘરે ભેંસ બાંધેલી હતી. સૂરજ યાદવ ત્યાં પહોંચ્યા, અને ભેંસને છોડાવીને પોતાને ઘરે લઈ આવ્યા.

બીજી તરફ, પ્રકાશ માંઝીનું કહેવું છે કે ભેંસ કાયદેસરરીતે તેમની મિલકત છે અને તેઓ જ તેમના અસલી માલિક છે. બંને વચ્ચેનો વિવાદ વકર્યો ત્યારે સ્થાનિક પોલીસે ભેંસને પોલીસ સ્ટેશન લાવીને બાંધી દીધી હતી.