Site icon Gujarat Mirror

OMG, 8.50 લાખનું લીટર પાણી વેચે છે જાપાનિઝ કંપની

ફિલિકો જવેલરી વોટર કંપની કુદરતી ઝરણામાંથી પાણી મેળવે છે

ફિલિકો જ્વેલરી વોટર નામની જેપનીઝ કંપની ખરેખર દાગીના પણ સસ્તા લાગે એ ભાવે માત્ર એક લીટર પાણી વેચે છે. પાણી આમ તો બેઝિક જરૂૂરિયાતની વસ્તુ છે, પણ ફિલિકો નામની કંપની પાણીને પણ અલ્ટ્રા-લક્ઝરી પ્રોડક્ટ બનાવીને વેચી રહી છે. 2005માં આ કંપની શરૂૂ થયેલી જેમાં પાણીની શુદ્ધતા પર ફોકસ કરવામાં આવ્યું છે. કોબે પ્રાંતના રોકોઉ નેશનલ પાર્કનાં કુદરતી ઝરણાંઓમાંથી મેળવાયેલું આ પાણી ઇન્ડસ્ટ્રિયલ અને ઍગ્રિકલ્ચરલ પ્રદૂષણથી ખૂબ-ખૂબ દૂર રહે છે.

કુદરતી ફ્રેશ ઝરણાંનું આ પાણી ટેસ્ટમાં પણ અનોખું લાગે છે એવો દાવો કરતી આ કંપનીએ પાણીને એવી મોંઘી કાચની બોટલમાં પેક કર્યું છે જે આર્ટવર્કથી કમ નથી. સ્વરોવ્સ્કી ક્રિસ્ટલ, ગોલ્ડથી જડેલી પાણીની બોટલની કિંમત 1000 ડોલરથી શરૂૂ થાય છે અને 10,000 ડોલર એટલે કે લગભગ 8.50 લાખ રૂૂપિયા સુધી વેચાય છે.

 

Exit mobile version