ગુજરાત
ખંભાળિયાના ગુલાબનગર વિસ્તારમાં જૂનું બંધ મકાન ધરાશાયી: પાલિકા, ફાયર સ્ટાફ ઘટનાસ્થળે
ખંભાળિયાના ગુલાબ નગર ટેકરી વિસ્તારમાં ગતરાત્રે એક જૂનું બંધ મકાન પડવા લાગતા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર તથા નગરપાલિકા તંત્ર ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે અહીં કોઈ મોટી નુકસાની ન થયાનું કહેવાય છે.
જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં ચાર રસ્તાથી કબ્રસ્તાન તરફના માર્ગે આવેલા ગુલાબ નગર ટેકરી વિસ્તારમાં એક જૂનું અને નળિયાવાળા જર્જરીત મકાનમાં નળિયા તથા અન્ય ભાગ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક રહીશો નગરપાલિકા તથા ફાયર વિભાગને કરવામાં આવતા અને અનુલક્ષીને નગરપાલિકાના હોદ્દેદારો તેમજ ફાયર સ્ટાફના જવાનો આ સ્થળે દોડી ગયા હતા. અહીં સર્ચ કરીને જોતા આ મકાનમાં કોઈ રહેતું ન હતું. પરંતુ જર્જરીત એવા આશરે 800 થી 1000 ફૂટના તદ્દન કાચા બાંધકામના કારણે કેટલોક ભાગ જમીનદોસ્ત થયો હતો. આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી.
આ બાબતને લઈને નગરપાલિકાના તત્કાલીન ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, મોહિતભાઈ મોટાણી તેમજ ફાયર સ્ટાફના ઈરશાદ મંધરા, બ્રિજરાજસિંહ સરવૈયા, સુખદેવસિંહ વાઢેર વિગેરેએ આ સ્થળે દોડી જઈ અને પરિસ્થિતિ અંગે જરૂૂરી માહિતી મેળવી કામગીરી કરી હતી.
(તસ્વીર : કુંજન રાડિયા)