ગુજરાત

ઓખામંડળનો ઐતિહાસિક અને પારંપરિક મલ્લ કુસ્તી મેળાનું કાલે આયોજન

Published

on

300થી વધુ કુસ્તીબાજો સ્પર્ધામાં ભાગ લેશે

શ્રાવણી અમાસનાં બારાડીનાં ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા પીંડારા ઉપરાંત ભાદરવામાં શિવરાજપુર અને બાદ મોજપ સિવાય બાટીસા અને રાંગાસર ગામે દર વર્ષ મલ્લ કુસ્તી મેળાનાં આયોજનો થાય છે.શારિરીક તંદુરસ્તી અને ભાઈચારાની ભાવના ઉપરાંત આપણાં સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવો એ આપણાં સૌની ફરજ છે ત્યારે આ પંથકનાં યુવાનો અને તેમાય ક્ષત્રિય વાઘેર સમાજ નાં યુવાનો એ આ ફરજ જાળવી રાખેલ છે. આયોજનથી માંડી ને સ્પર્ધકોમાં ક્ષત્રિય વાઘેર સમાજ હંમેશા અગ્રેસર હોય છે.

શિવરાજપુરની પૌરાણીક જાકુપીર ડાડાની દરગાહ નાં પટાંગણમાં દર વર્ષ માફક આ વર્ષ ભાદરવી પૂનમ અને 18 સપ્ટેમ્બર બુધવારે મલ્લ કુસ્તી મેળાનું આયોજન કરેલ છે. સવારે 11 થી 4 સમયમાં આ મલ્લ કુસ્તી મેળામાં વિજેતાઓને પારિતોષિક આપવામાં આવશે. 300 થી વધુ મલ્લ કુસ્તી બાજો આ સ્પર્ધામાં ભાગ લેવાનો અંદાજ છે.સંસ્કૃતિ અને પરંપરાનાં પ્રતિક સાથો સાથ ભાઈચારાની ભાવના અને ધાર્મિક લાગણીનાં સુમેળથી મલ્લ કુસ્તી મેળામાં હજારો ની સંખ્યામાં દશેકો ઉમટી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version