Site icon Gujarat Mirror

ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ 19મીએ કોવિલપટ્ટી સ્ટેશન સુધી જશે

દક્ષિણ રેલવેમાં સ્થિત મીલવિટ્ટાન-તૂતિકોરિન સેક્શનમાં ડબલ ટ્રેક કામગિરી ના લીધે, 19.12.2025 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19568 ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ ઓખાથી પ્રસ્થાન કરીને કોવિલપટ્ટી સ્ટેશન સુધી જ જશે. આ રીતે આ ટ્રેન કોવિલપટ્ટી અને તૂતિકોરિનની વચ્ચે આંશિક રૂૂપે રદ રહેશે.

તેવી જ રીતે, 21.12.2025 ના રોજ તૂતિકોરિનથી ઉપડનારી ટ્રેન નંબર 19567 તૂતિકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ તૂતિકોરિનના બદલે કોવિલપટ્ટી થી પ્રસ્થાન કરીને ઓખા સુધી જશે. આ રીતે આ ટ્રેન તૂતિકોરિન અને કોવિલપટ્ટીની વચ્ચે આંશિક રૂૂપે રદ રહેશે. રેલવે યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry. indianrail.gov.in પર જઈને તપાસ કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

Exit mobile version