Site icon Gujarat Mirror

ટેસ્ટ ક્રિકેટમાં વિશ્ર્વનો સૌથી વધુ વિકેટ ઝડપનાર લેફ્ટી બોલર બનતો સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયાના ઘાતક ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે ડાર્વિનમાં બાંગ્લાદેશ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચ્યો. તે ટેસ્ટ ક્રિકેટમાં ડાબોડી બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે પોતાની 434મી વિકેટ સાથે આ સિદ્ધિ હાંસલ કરી. સ્ટાર્કે શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિન દિગ્ગજ રંગના હેરાથને પાછળ છોડી દીધો, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 433 વિકેટ લીધી હતી. મિશેલ સ્ટાર્ક માત્ર ટેસ્ટ ક્રિકેટમાં ડાબોડી બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો નથી, પરંતુ તેણે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવના રેકોર્ડની પણ બરાબરી કરી છે, જેમની પાસે 434 ટેસ્ટ વિકેટ પણ છે.

વધુ એક વિકેટ સાથે, સ્ટાર્ક તેમને પાછળ છોડી દેશે.2011 માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર મિશેલ સ્ટાર્કને વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાંના એક માનવામાં આવે છે. તેની પાસે બોલ સ્વિંગ કરવાની, શાનદાર યોર્કર ફેંકવાની અને શક્તિશાળી બાઉન્સર ફેંકવાની ક્ષમતા છે. 36 વર્ષની ઉંમરે પણ, તે ટેસ્ટ ક્રિકેટમાં વિરોધી બેટ્સમેન માટે એક મોટો ખતરો છે. શાદમાન ઇસ્લામ, તેની 434 મી વિકેટ સાથે તેણે શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર રંગના હેરાથને પાછળ છોડી દીધો અને ડાબા હાથના બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.

ડાબોડી બોલર દ્વારા સૌથી વધુ ટેસ્ટ વિકેટ મેળવવામાં 434* – મિશેલ સ્ટાર્ક (AUS), 433 – રંગના હેરાથ (SL), 414 – વસીમ અકરમ (PAK), 362 – ડેનિયલ વિટ્ટોરી (NZ), 355 – ચામિન્ડા વાસ (SL), 348 – રવિન્દ્ર જાડેજા (IND) નો સમાવેશ થાય છે.

Exit mobile version