ક્રાઇમ
રાજકોટની પેઢી પાસેથી 22 લાખનું ઓઇલ મગાવી ઠગાઇ
રાજકોટમાં રહેતા અને નવાગામ આણંદપર પાસે ડા ટ્રાન્સપોર્ટનગરમાં પેઢી ધરાવનાર વેપારી સાથે નાગપુરના પિતા પુત્ર અને ગાંધીધામના શખસે મળી 22.04 લાખની છેતરપિંડી કર્યા અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી વિગતો મુજબ,પેલેસ રોડ પર વર્ધમાનનગર સોસાયટીમાં રહેતા હિરેનભાઈએ રામજીભાઈ પટેલ (ઉ.વ 32) દ્રારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહારાષ્ટ્ર્રના નાગપુરમાં રહેતા ભાઉરાવ ગાવંડે, સ્પર્શ ગાવંડે અને ગાંધીધામમાં રહેતા ચિરાગ હર્ષદભાઈ શાહના નામ આપ્યા છે.
હિરેનભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નવાગામ આણંદપર ખાતે ડા ટ્રાન્સપોર્ટનગરમાં પેટ્રોબ્લુલ્સ નામની ભાગીદારી પેઢી ચલાવે છે. જેમાં 33 ટકાના ભાગીદાર તે છે તેમજ હેતલ અંકિતકુમાર મેથાણીયાની ભાગીદારી 33 ટકાની અને હિરેનભાઈના પત્ની રીમ્પલબેનની 33 ટકાની ભાગીદારી છે. આ કંપનીમાં અશ્વિનભાઈ ચંદુભાઈ ડાંગર (રહે. મોરબી) સેલ્સ મેનેજર છે.ફરિયાદીની આ પેઢીમાં ઓઇલનું હોલસેલમાં વેચાણ કરવામાં આવે છે આરોપી ચિરાગ શાહ કે જેની ગાંધીધામમાં પેઢી આવેલી હોય તે અહીંથી છેલ્લા પાંચેક વર્ષથી માલની ખરીદી કરતા હતા. પાંચેક માસ પૂર્વે સેલ્સ મેનેજર અશ્વિનભાઈએ કહ્યું હતું કે ચિરાગભાઈનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, તેઓના જાણીતા ભાઉરાવ તથા તેનો દીકરો સ્પર્શ જેઓ નાગપુરમાં સ્પર્શ પેટ્રોલિયમના માલિક છે તેમને તમારો માલ જોઈએ છે તમે માલ આપો પેમેન્ટ કરવાની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. આમ કહેતા ચિરાગભાઈ પર વિશ્વાસ રાખી માલ ત્યાં પહોંચે અને માલ ચેક કરી પેમેન્ટ કરી આપવાનું એવું નક્કી થયું હતું.
બાદમાં તા.29/6 ના ફરિયાદીની પેઢીમાંથી પિયા 24,47,945 નું ડિસ્ટી લેટ ઓઇલનો માલ મોકલવામાં આવ્યો હતો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ 2,56,525 મળી કુલ પિયા 27,04,470 નો માલ મોકલાવ્યો હતો. જે નાગપુર ખાતે તા.11/7 ના પહોંચ્યો હતો માલ ચેક કરી ભાઉરાવ તથા તેના પુત્ર સ્પર્શે તે જ દિવસે ફરિયાદીની કંપનીના એકાઉન્ટમાં પાંચ લાખનું પેમેન્ટ કયુ હતું. બાકીનું પેમેન્ટ એકબે દિવસમાં કરી આપશું તેવું કહ્યું હતું. પરંતુ અઠવાડિયા સુધી તેમને પેમેન્ટ કયુ ન હતું જેથી ચિરાગભાઈને પેમેન્ટ બાબતે કહેતા તેણે કહ્યું હતું કે બે ત્રણ દિવસમાં બાકી રહેતું પેમેન્ટ ભાવરાઉ પાસેથી કરાવી આપીશ.
ત્યારબાદ અવારનવાર ફોનથી પૈસાની માંગણી કરતા બહાના આપતા હોય મેનેજર અશ્વિનભાઈ તથા પાર્ટનર હેતલબેનના પતિ અંકિતભાઈ નાગપુર ગયા હતા અને અહીં આ પિતા પુત્રએ કહ્યું હતું કે બે ત્રણ દિવસમાં પેમેન્ટ કરાવી આપશે.ગઇ તા.6/8ના ચિરાગ નાગપુર ખાતે ગયો હતો અને 8/6 ના પરત આવતા ચિરાગે કહ્યું હતું કે,સ્પર્શ હાજર નથી અને તેના પિતા ભાઉરાવની કંપની ન્યુ પેટ્રોકેમિકલ્સની પેઢીના ત્રણ કોરા ચેક સિકયુરિટી પેટે આપ્યા હતા બાદમાં આ બાબતે મેનેજર અશ્વિનભાઈએ ભાઉરાવ સાથે વાત કરતા તેમણે ચેક નાખવાની ના પાડી હતી.ત્યારબાદ પણ અવારનવાર પૈસાની માંગણી કરવા છતાં આજદિન સુધી બાકી રહેતી રકમ 22,04,070 આપી ન હોય આ અંગે ફરિયાદીએ ગાંધીધામમાં રહેતા ચિરાગ શાહ અને નાગપુરના પિતાપુત્ર સામે છેતરપિંડી અંગે આ ફરિયાદ નોંધાવી છે.જેના આધારે કુવાડવા રોડ પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે.બનાવ અંગે વધુ તપાસ એએસઆઇ એન.આર. વાણીયા ચલાવી રહ્યા છે.