Skip to content

Gujarat Mirror

  • ગુજરાત
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • રાજકોટ
  • E-Paper
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ઈ પેપર
Home » gujarat » number of complaints of mule account hunt cyber fraud reaches 24 five more cases registered
ગુજરાત રાજકોટ સૌરાષ્ટ્ર

‘મ્યુલ એકાઉન્ટ હંટ’ સાયબર ફ્રોડની ફરિયાદનો આંક 24એ પહોંચ્યો, વધુ પાંચ ગુના નોંધવામાં આવ્યા

પૈસાની લાલચમાં સાયબર ફ્રોડ માટે પોતાના બેન્ક એકાઉન્ટ ભાડે આપનારાઓ ઉપર પોલીસે તવાઈ બોલાવી છે.રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ અને ભક્તિનગર પોલીસે આ અંગે વધુ પાંચ…

Bhumika

December 16, 202511:46 am No Comments cyber fraudgujaratgujarat newsMule Account Hunt'rajkotrajkot news

પૈસાની લાલચમાં સાયબર ફ્રોડ માટે પોતાના બેન્ક એકાઉન્ટ ભાડે આપનારાઓ ઉપર પોલીસે તવાઈ બોલાવી છે.રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ અને ભક્તિનગર પોલીસે આ અંગે વધુ પાંચ ગુના દાખલ કર્યા હતા. રાજયભરની પોલીસ દ્વારા હાલ આ પ્રકારના ગુના નોંધવામાં આવી રહ્યા છે.

જમાદાર સુધીરભાઈ સુતરિયાએ ફરિયાદી બની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી અંકુર કિરીટ સંચાણિયા (રહે. અરવિંદ મણિયાર શેરી નં.24, હુડકો)એ રૂૂા. પ હજારની લાલચમાં પોતાના ઓળખીતા યશપાલ વાસુદેવ નિમાવતને પોતાનું બેન્ક એકાઉન્ટ આપી દીધું હતું. જેમાં સાયબર ફ્રોડના રૂૂા. 1 લાખ જમા થયા હતા. જેથી બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરાવાયો છે.

બીજી ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ સોલંકીએ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપી રણજિત જયંતીલાલ ખંડવી (રહે. મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.ર, પારેવડી ચોક) કડિયાકામની મજુરી કરે છે. જેણે મિત્ર હિરેન સોલંકીને પોતાનું બેન્ક એકાઉન્ટ માત્ર રૂૂા.4 હજારનાં કમિશનની લાલચમાં આપી દીધું હતું. જેબેન્કએકાઉન્ટમાં ગેમિંગ અને ફ્રોડના રૂૂા.19.26 લાખ જમા થયા હતા. જેથી આ બંને આરોપીઓ સામે પણ ગુનો નોંધાવાયો છે.

ત્રીજા કિસ્સામાં સાગર પ્રફુલભાઈ રવરાણી (રહે. વિવેકાનંદનગર, કોઠારીયા રોડ) અને અમૃત અશોકભાઈ રાવલ (રહે. સત્યમ પાર્ક, 80 ફૂટ રોડ) સામે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે. જેમાં જણાવ્યું છે કે, સાગરના બેંક ખાતામાં અમૃતે ગેમિંગના રૂૂા. 3.62 લાખ અને 14,900 નાખ્યા હતા. જે તેણે ઉપાડી અમૃતને આપી દીધા હતા. જેમો તેને 2500નું કમિશન મળ્યું હતું. ચોથા કિસ્સામાં હિતેષ હસમુખલાલ માંડલીયા (રહે. કરણપરા) અને સ્મીત મુકેશભાઈ ઝીંઝુવાડીયા (રહે. રૈયા રોડ નજીક)ની સામે ગુનો નોંધાયો છે. જેમાં જણાવ્યુંકે, ખાતા ધારક હિતેષના બેંક ખાતામાં આવેલા રર લાખ ઉપાડી તેણે સ્મીતને આપતા તેને 10 હજાર મળ્યા હતા.પાંચમાં કિસ્સામાં અલીઅસગર ગુલામહુશેન શેખ (ઉ.વ.22, રહે. લક્ષ્મીનો ઢોરો) અને અમન સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં જણાવ્યુ કે, સાયબર ફ્રોડના રૂૂા.પ લાખ બેંક ખાતામાં મેળવી વિડ્રો કરી લીધા હતા.સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં આ સંબંધે 24 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધુ ફરિયાદો નોંધાશે.

સંબંધિત લેખો

કોઠારિયા રોડ પર ઘરકામ માટે પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત

By Bhumika April 21, 2026
#ट्रेंडिंग हैशटैग:cyber fraudgujaratgujarat newsMule Account Hunt'rajkotrajkot news

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Post navigation

Previous Previous post: મહેસાણાની શાળામાં મજાક મસ્તી કરતા વિદ્યાર્થીઓ પર શિક્ષક સોટી લઇને તૂટી પડયો
Next Next post: બે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે વીડિયો બનાવી ફિનાઈલ પીધું
© Copyright All right reserved By Gujarat Mirror WordPress Powered By
Exit mobile version