Site icon Gujarat Mirror

દારૂ-ડ્રગ્સના દૂષણ સામે NSUIનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશાબંધીના લીરેલીરા ઉડતી ઘટનાઓ અને યુવાધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સના દૂષણ સામે આજે રાજકોટ ખાતે પ્રદેશ NSUIદ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રદેશ NSUIપ્રમુખ નરેન્દ્ર સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ અનોખી રીતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સરકારની નિષ્ફળતા અને નશાના કારોબાર સામે વિરોધ દર્શાવવા માટે પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જાહેર રસ્તા પર પોતાના શર્ટ ઉતારીને પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો.

ગુજરાતમાં દારૂૂબંધી માત્ર કાગળ પર છે અને ડ્રગ્સનું નેટવર્ક શાળા-કોલેજો સુધી પહોંચી ગયું છે, જે રાજ્યના ભવિષ્ય માટે અત્યંત જોખમી છે. અમો ’નશામુક્ત ગુજરાત’ની માંગ કરીએ છીએ અને પોલીસ તંત્ર તેમજ સરકાર આ મામલે કડક પગલાં ભરે તેવી રજૂઆત કરી હતી.

ગુજરાતની પવિત્ર ધરા પર આજે ગલીએ ગલીએ દારૂૂ અને ડ્રગ્સ મળી રહ્યા છે. સરકાર આ દૂષણને રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે ત્યારે સૂતેલી સરકારને જગાડવા માટે આજે અમે આ પ્રતીકાત્મક વિરોધ કર્યો છે. જો આગામી દિવસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો NSUIસમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરશે.” આ વિરોધ પ્રદર્શનમાં રાજકોટ શહેર અને જિલ્લા NSUIના વિવિધ હોદ્દેદારો, કોલેજના વિદ્યાર્થી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. કાર્યક્રમના અંતે પોલીસે વિરોધ કરી રહેલા દીપ ભંડેરી, ઉકેશ રબારી, રવિ જીતિયા, નરેન્દ્ર પટેલ, ધ્રુવિલ પટેલ, રાજ પટેલ, ગૌરવ ખીમસુરીયા, જયદીપ મકવાણા, વિશાલ રાઠોડ, મયુર સાવલિયા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Exit mobile version