Site icon Gujarat Mirror

અમદાવાદના વેજલપુરમાં આગથી પિતા-પુત્રના મોત, માતા ગંભીર

શહેરમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગીઓ છીનવી લીધી છે. અમદાવાદના વેજલપુરમાં આવેલા કૃષ્ણનગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી આગે ગંભીર સ્વરૂૂપ ધારણ કરતા આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિતા અને પુત્રનું મોત થયું છે જ્યારે માતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, કૃષ્ણનગરી સોસાયટીના મકાન નંબર 4માં જ્યારે આખો પરિવાર વહેલી સવારે ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ મિનિટોમાં આગની જ્વાળાઓએ આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ઘરમાં હાજર સભ્યો કંઈ સમજે તે પહેલાં જ ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટમાં આવી જતાં લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં શાશ્વત ધ્રુવ ગોહિલ, 9 વર્ષ ( પુત્ર ), ધ્રુવ ગોહિલ, 39 વર્ષ ( પિતા )નું મોત નિપજ્યું હતું જ્યારે મિતલ ગોહિલ, 35 વર્ષ ( માતા ) ગંભીર રીતે દાઝી ગયા હતાં.

સ્થાનિક લોકોએ આગ જોઈને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યુ કામગીરી દરમિયાન ટીમે ઘરની અંદર ફસાયેલા લોકોને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા. બંનેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક દૃષ્ટિએ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્ય શું છે તે જાણવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે એફએસએલ (ઋજક) ની મદદથી તપાસ શરૂૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટીના સાધનો અને જાગૃતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

Exit mobile version