હવે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, ભાવનગર પોલીસે બે શખ્સોને 9.58 લાખના દારૂ સાથે ઝડપી લીધા

ભાવનગર નજીકથી પોલીસે એમ્બ્યુલન્સ માંથી રૂ .9.58 લાખની કિંમતના દારુ સહિત 14 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ બે શખ્સોને બે શખ્સો ની ધરપકડ કરી છે. પ્રાપ્ત…

ભાવનગર નજીકથી પોલીસે એમ્બ્યુલન્સ માંથી રૂ .9.58 લાખની કિંમતના દારુ સહિત 14 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ બે શખ્સોને બે શખ્સો ની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર વરતેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભાવનગર અમદાવાદ હાઇવે પર આવેલ નારીગામ નજીક રોડ પરથી પસાર થઈ રહેલ એમ્બ્યુલન્સ મારુતિ સુઝુકીની અરટીંગા કાર નં.RJ-13-PA-9314 ને રોકી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન એમ્બ્યુલન્સ માંથી ગેરકાયદે ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં કુલ 3071 નંગ (ચપટા) નાની બોટલો કિંમત રૂ. 9,58,464 ઉપરાંત બે મોબાઈલ ફોન રૂ. 10,000 અને કાર કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 14,68,464 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વિકાસ હવાસિંગ અંતિલ ઉ.વ 34 (રહે.અસાવલપુર, હરિયાણા) અને વિશાલ સુરેન્દ્રપાલ પહેલ/જાટ ઉ.વ 26 (રહે. જીંદ, હરિયાણા)ને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

એમ્બ્યુલન્સમાંથી ગુજરાત અને રાજસ્થાનની અલગ અલગ નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસની રેડ દરમિયાન એમ્બ્યુન્સ કારમાંથી ગુજરાત (GJ-33-T-4706) તેમજ રાજેસ્થાન (RJ-13-PA-9314) રાજ્યની બે અલગ- અલગ નંબર પ્લેટ મળી આવી હતી.જે નંબર પ્લેટ તેમજ દારૂના જથ્થા અંગે પકડાયેલા બન્ને શખ્સોની પૂછપરછ કરતા વિશાલે જણાવ્યું હતું કે, સોનીપત હરિયાણાના રહેવાસી અજયકુમારે દારૂનો જથ્થો અર્ટિગા એમ્બ્યુલન્સ કાર આપી અને ભાવનગર મહેશ ઉર્ફે મયલો ધરમશીભાઈ પરમાર ને દારૂનો જથ્થો આપવાનો છે તેમજ પોલીસથી બચવા એમ્બ્યુલન્સ કાર બનાવી છે અને પોલીસથી બચવા છઉં-13-ઙઅ-9314 ખોટી નંબર પ્લેટ લગાડી ગુજરાત બોર્ડર પહોંચતા જ ગુજરાત (GJ-33-T-4706) નંબર પ્લેટ લગાવી દેવાની સૂચના અપાઈ હતી.

બનાવ અંગે વરતેજ પોલીસે વિકાસ હવાસિંગ અંતિલ રહે, અસાવલપુર, હરિયાણા, વિશાલ સુરેન્દ્રપાલ પહેલ રહે, જીંદ હરિયાણા, દારૂનો જથ્થો મોકલનાર અજયકુમાર રહે, સોનીપત હરિયાણા અને દારૂનો જથ્થો મંગાવનાર મહેશ ઉર્ફે મયલો ધરમશીભાઈ પરમાર સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી દારૂ મોકલનાર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.