કાલાવાડ રોડ ઉપરથી રૂા.1.64 લાખના એમડી ડ્રગ્સ સાથે નામચીન તસ્કર ઝડપાયો

રાજસ્થાનના ડ્રગ સપ્લાયરનું નામ ખુલ્યું, રૂા.2.59 લાખનો મુદ્દામાલ કબજે શહેરમાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ નાબૂદ કરવા માટે એસઓજી દ્વારા હાથ ધરેલા ખાસ અભિયાન…

રાજસ્થાનના ડ્રગ સપ્લાયરનું નામ ખુલ્યું, રૂા.2.59 લાખનો મુદ્દામાલ કબજે

શહેરમાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ નાબૂદ કરવા માટે એસઓજી દ્વારા હાથ ધરેલા ખાસ અભિયાન દરમિયાન કાલાવડ રોડ પરથી ગોકુલનગર વિસ્તારના નામચીન તસ્કરને રૂૂ.1.64 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, રોકડ રકમ, બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 2.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સપ્લાયર તરીકે રાજસ્થાનના શખ્સનું નામ ખુલ્યું છે. રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતો અને અગાઉ તસ્કરીના ગુનાઓમાં સંકળાયેલો નામચીન આરોપી તોસીફ આરીફ તુરીયા કાલાવડ રોડ પર માદક પદાર્થ (ડ્રગ્સ)ની હેરાફેરી કરવા નીકળ્યો હોવાની ચોક્કસ બાતમી એસઓજીના ફિરોઝભાઈ રાઠોડ અને હાર્દિકસિંહ પરમારને મળી હતી.આ ચોક્કસ માહિતિના આધારે એસઓજીના પી.આઈ. એન.બી.ચૌધરીની સૂચનાથી પી.એસ.આઈ. ધાંગુ સહિતના સ્ટાફે કાલાવડ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા બાઇકસવાર આરીફ તુરીયા ને ઝડપી લીધો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી રૂૂ.1,64,000ની કિંમતનું 54.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી રોકડ રકમ, મોબાઇલ અને હેરાફેરીમાં વપરાયેલું બાઇક મળી કૂલ રૂૂ. 2,59,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એસઓજી દ્વારા કરવામાં આવેલી આકરી પૂછપરછ દરમિયાન આરોપી તોસીફ તુરીયાએ કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના એક શખ્સ પાસેથી મેળવવામાં આવ્યો હતો. આ ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસે રાજસ્થાનના સપ્લાયરનું નામ ખુલ્યા બાદ તેની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમ બનાવી ચક્રગતિમાન કર્યા છે. એસઓજીની ટીમે ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. એસઓજીના પી.આઈ એન.બી.ચૌધરી સાથે પીએસઆઈ વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઈ. અરૂૂણભાઈ બાંભણીયા , ઇન્દ્રસિંહ જાડેજા , વિરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા , મૌલિકભાઈ સાવલીયા, યોગેન્દ્રસિંહ ઝાલા , હરદેવસિંહ વાળા, મહિલા પો.કોન્સ. મોનાબેન બુસા, મહાવીરસિંહ જાડેજા , નિર્મળસિંહ ઝાલાએ કામગીરી કરી હતી.