Site icon Gujarat Mirror

ફરિયાદ પાછી ખેંચી લેવા કુખ્યાત શખ્સે યુવતીની છેડતી કરી ધમકી આપી

શહેરના પોપટપરામાં રહેતાં અને અગાઉ નકલી પોલીસ બની તોડ પ્રકરણમાં પકડાઈ ચુકેલા કુખ્યાત શખ્સે યુવતીને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટીમાં રહેતી 21 વર્ષિય યુવતીએ બી -ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોપટપરામાં રહેતા કુખ્યાત મિહીર ભાનુભાઈ કુગસીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજે સવારે તેણે તથા તેના માતા ઘરે હતાં ત્યારે આરોપી મિહીર તેના ઘર પાસે ધસી આવ્યો હતો અને તેની તથા તેની માતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

એક વર્ષ પહેલા મિહીર કુગશીયા સાથે ઝઘડો થયો હોય જેથી તેના વિરૂધ્ધ ફરિયાદ કરી હોવાથી ફરિયાદ પાછી ખેંચી લેવા અને સમાધાન કરવા માટે ધમકી આપી હતી. આરોપી અગાઉ પણ અવારનવાર ઘરની બહાર આવી ધમકી આપે છે અને અગાઉ તેણે તેની સાથે છેડતી કરી ‘હવે તું કંઈ રીતે અહિં રહે છે’ તેમ કહી ડરાવી પરેશાન કરતો હોવાનું જણાવ્યું હતું. આજે સવારે તે ઝઘડો કરતો હતો તે દરમિયાન પોલીસમાં જાણ કરતાં પીસીઆર વાન આવી ગઈ હતી અને આરોપીને બેસાડી બી-ડીવીઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીવધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version