ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવેને જોડતા બાયપાસ માટે નોટિસો આપવાનું શરૂ

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટને જોડતો સિક્સલેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ કાઢવાનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. 18 હજાર એકર જમીન…

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટને જોડતો સિક્સલેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ કાઢવાનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. 18 હજાર એકર જમીન સિક્સ લેન્ડ હાઇવે કપાસમાં આવે છે. કુલ 36 કી.મી.નો આ બાયપાસ બની રહ્યો છે જેમની જમીન સંપાદનની કામગીરી આ મહિનાના અંત સુધીમાં શરૂૂ કરી દેવામાં આવશે. જેમાં તમામ 24 ગામોના ખેડૂતોને વારાફરતી બોલાવી અને ચુનાવણી હાથ ધરવામાં આવશે. આ અંગે ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા સંબંધિત જમીન માલિકો અને હિતધારકોને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં રાજમીન સંપાદન અંગેની પ્રક્રિયા તથા વાંધા-રજૂઆત માટેની સુનાવણીની આગામી 3 ઓક્ટોબરથી હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, સરકારના નવા પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ બાયપાસના નિર્માણ માટે જરૂૂરી જમીન સંપાદન કરવાની કાર્યવાહી નેશનલ હાઈવે એક્ટ-1956ની કલમ-3(અ) હેઠળ હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે જાહેર કરાયેલી નોટિફિકેશન તેમજ ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલી વિગતોના આધારે સંબંધિત જમીન અંગેની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે, આ અંગે અગાઉ પ્રસિદ્ધ થયેલી જાહેર નોટિસના અનુસંધાને જો કોઈ વ્યક્તિને જમીન સંપાદન અંગે વાંધો કે રજૂઆત હોય તો તે રજૂઆત સાંભળવા માટે સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. દસ્તાવેજમાં દર્શાવ્યા મુજબ 3 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 11 વાગ્યે સુનાવણી રાખવામાં આવી હતી. સંબંધિત અરજદાર અથવા જમીન હિતધારકને પોતાની રજૂઆત સાથે નિયત સમયે હાજર રહેવા જણાવાયું હતું.

નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, જમીન અંગે વાંધા કે રજૂઆત ધરાવતા પક્ષકારોએ જરૂૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે હાજર રહી પોતાની વાત રજૂ કરવાની રહેશે. સુનાવણી દરમિયાન રજૂ થયેલા વાંધા અને રજૂઆતોને ધ્યાનમાં લઈ નિયમ મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.આ જમીન સંપાદન પ્રક્રિયા 6-લેન ગ્રીન ફિલ્ડ રાજકોટ બાયપાસ જેવા મહત્વના માર્ગ પ્રોજેક્ટ સાથે જોડાયેલી હોવાથી સ્થાનિક જમીન માલિકોમાં પણ આ નોટિસને લઈને રસ જોવા મળી રહ્યો છે. બાયપાસના નિર્માણથી રાજકોટ શહેરના માર્ગ વ્યવહાર પરનો ભાર ઘટાડવા, લાંબા અંતરના વાહનોને વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવવા તેમજ આસપાસના વિસ્તારોમાં પરિવહન સુવિધાને વધુ સુગમ બનાવવાના હેતુથી પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવી રહ્યો છે.