મનપાના વેરા વિભાગ દ્વારા મિલ્કત વેરા રિકવરી ઝુંબે શ અંતર્ગત આજરોજ ત્રણેય ઝોનમાં વધુ 9 મિલ્કત સીલ કરી રહેણાકના ત્રણ નળ જોડાણ કાપી 15 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ પર રૂા. 26.59 લાખની વસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા 150 ફીટ રીંગરોડ પર ન્યુ ટેક ઓટો સર્વિસ ને નોટીસ સામે રિકવરી રૂૂ.69,000, રામેશ્વર ચોકમાં સુભાષનગરમાં ભૂમી પ્લાઝા ગ્રાઉન્ડ ફ્લોર પર 2-યુનીટને સીલ મારેલ(સીલ), રેલ્વે ટ્રેક નજીક શંકર વોચ કોર્નર પર 1-યુનીટને સીલ મારેલ.(સીલ), જામનગર રોડ વિનાયક વાટિકા પાછળ ભારત નમકીન સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.4.19 લાખ, દેવકુંવરબા હાઇસ્કુલ શેરીમાં ક્રિષ્ના ને નોટીસ સામે રિકવરી રૂૂ.1.11 લાખ, દાણાપીઠ વિસ્તારમાં મગડીયાસ ડેલામાં 8-યુનિટની સામે નોટીસ સામે રિકવરી રૂૂ.2.50 લાખ, પેડક રોડ પર રણછોડનગરમાં રૂૂબી ટેક્સ્ટાઇલ નજીક 1-યુનિટના ના નળ-કનેક્શન કપાત સામે રિકવરી રૂૂ.59,702, પેડક રોડ પર પારુલ ગાર્ડન નજીક અલકા પાર્કમાં 1-યુનિટના નળ કનેક્શન કપાત સામે રિકવરી રૂૂ.56,700, કે.કે.વી હોલ નજીક શિલ્પાન આર્કેડમાં સેક્ધડ ફ્લોર ઓફીસ નં-201 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.23 લાખ, રૈયા રોડ પર આગમન હોસ્પિટલ સામે સમર્પણ સોસાયટીમાં ઘનશ્યામ ના નળ-કનેક્શન કપાત સામે રિકવરી રૂૂ.1.65 લાખ રિકવરી કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા નાના મૌવા મેઈન રોડ પર લક્ષ્મીનગર ચોક નજીક ક્રિષ્ના પ્લાઝા સામે એપલ ભંગાર નો ડેલો સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.71,500, અમરનગરમાં ભૂચર વિદ્યાલય સામે 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.75,000, મવડી મેઈન રોડ પર સરસ્વતી સોસાયટીમાં શેરી નં-7મ ઓમ ને નોટીસ સામે રિકવરી રૂૂ.60,00, બાપુનગરમાં વિનોદ હોટેલ શેરી પાયોનીયર એન્જી નજીક 2-યુનીટને સીલ મારેલ.(સીલ), કોઠારીયા રીંગરોડ પર જય સીયારામ ઈન્ડ એરિયામાં એસ.પી.પટેલ ના 1-યુનિટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,000, આજી વસાહતમાં આઈ.ઓ.સી.પેટ્રોલ પંપ નજીક શિવમ ઈન્ડ એરિયામાં ગણેશ ફ્રેમ વર્કસ સામે સીલ ની કાર્યવાહી કરતા ઙઉઈ ચેક આપેલ. હરી ઓદ્યોગિક વિસ્તારમાં 2-યુનિટની નોટીસ સામે સીલ મારેલ હતું.

