ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂક્યા બાદ આરોપીએ વોઈસ મેસેજ કરી ગાળો આપી : ગુનો નોંધાયો
રાજકોટના પેડક રોડ પર પારૂલ બગીચા પાસે ચૂંટણીના પરિણામ બાદ વોર્ડ નં.4 ના કોંગ્રેસ ઉમેદવારના પતિ પર છરીથી હિંચકારો હુમલો થતાં ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત અને આરોપી સામે ડિજિટલ વોર જામ્યા બાદ લોહિયાળ ખેલ ખેલાયો હતો. જેમાં હાર્દિક પરમાર તેનો મિત્ર સંજય અને આરોપી નિલેશ ઘવાયો હતો. ત્રણેયને સારવારમાં ખસેડાયા બાદ પોલોસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુ વિગતો મુજબ, મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં મહેશ્વરી પાર્ક મેઈન રોડ પર રહેતાં હાર્દીકભાઈ ખોડાભાઈ પરમાર (ઉ.વ. 36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિલેશ ચૌહાણ અને અજય ચૌહાણ (રહે. લાતીપ્લોટ કુવાડવા રોડ) નું નામ આપી જણાવ્યું હતું કે, તે જામનગર રોડ પર ન્યારા ગામના પાટીયા ખાતે સચ્ચા સોદા નામની હોટલ ધરાવી ખાણી પીણીનો વ્યવસાય કરે છે.
ગઈકાલે બપોરના ત્રણેય વાગ્યે ગોંડલ ચોકડી પાસે હતો તે વખતે મોબાઇલમાં તેમના ઈન્સ્ટાગ્રામ આઈડી પર નિલેશ ચૌહાણ આઈડી પરથી વોઇસ મેસેજ આવેલ અને તેમા આખી જીંદગી ડબલ્યા વેડાજ કરજો કાઇ નઇ થાય તમારા કોંગ્રેસથી, બાદ તેનો રીપ્લાય આપેલ કે, એ તો બધાને ખબર જ છે, કે ડબલ્યા વેડા કોણ કરે છે, તેમ વોઇસ મેસેઝથી કહેલ બાદ આ નીલેશ ચૌહાણે વોઇસ મેસેઝ દ્વારા ગાળા ગાળી કરેલ જેથી તેને પણ ગાળો આપેલ હતી.
બાદ સાંજના પોણા છએક વગ્યે તે પાણીના ઘોડા પાસે પેડક રોડ ખાતે હતો ત્યારે નીલેશ ચૌહાણનો ફોન આવેલ કે, તુ કયા છે ? તુ જલદીથી પારૂલ બગીચા પાસે આવ તેમ કહેલ જેથી તેમને મીત્ર સંજય ગોવિંદભાઇ સોલંકીની સ્કોર્પીઓ ફોર વ્હીલ આપવાની હોય જેથી કાર આપવા કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે ગયેલ તે વખતે આ નીલેશના વારંવાર ફોન આવતા તેઓ અને સંજય બન્ને કાર લઈ પારુલ બગીચા ખાતે ગયેલ હતાં.
ત્યા નીલેશ શ્રેય સ્કુલ આગળ ઉભો હોય ત્યા ગયેલા અને આ વખતે નીલેશ કહેવા લાગેલ કે, અમે ઓરીજનલ રજપુત છીએ, તેમ કહેતા યુવકે પણ તેને નાનાભાઇ હોવાના નાતે તેને વોઇસ મેસેજ બાબતે ગાળા ગાળી નહી કરવા સમજાવેલ અને બન્ને વચ્ચે ગેર સમજ બાબતે સમાધાન થઇ ગયેલ દરમ્યાન નીલેશનો ભાઇ અજય તેના એકટીવા પર બીજા એક વ્યકતિને લઇ આવેલ અને ગાળા ગાળી કરી ઝપાઝપી કરવા લાગેલ હતાં. તેને પેન્ટના નેફામાંથી છરી કાઢી પડખાના ભાગે ઘા ઝીંકી દિધેલ હતો.
ત્યારબાદ તે જેમ ફાવે તેમ છરી ફેરવવા લાગેલ જેથી મીત્ર સંજયે વચ્ચે હાથ નાખતા તેના હાથના આંગળાના ભાગે તેમજ પગે ઢીચણના ભાગે છરીના ઘા લાગવાથી ઇજાઓ થયેલ હતી. તેમજ તેનો ભાઈ નીલેશ વચ્ચે પડતા તેને પણ પગના સાથળના પાછળના ભાગે ઇજા થયેલ હતી.
આ ઝપાઝપી દરમ્યાન ફરીયાદી અને નીલેશ બન્ને ઓટલા ઉપર પડેલા બાદ આજુ બાજુના લોકોએ છોડાવેલ અને મીત્ર સંજયને હાથેથી લોહી નીકળતુ હોય કારમા મધુરમ હોસ્પીટલ ખાતે લઇ આવેલ જયા બંનેની સારવાર ચાલુ છે.બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ કે.પી.જાદવે વધું તપાસ આદરી છે.
