રાજકોટ જિલ્લા પંચાયતમાં “નો રિપીટ” થિયરી ?

રાજકીય વર્તુળોમાં ગણગણાટ : નો રિપીટ થિયરી લાગુ થાય તો અર્જુનભાઈ ખાટરીયાનુ કપાઈ શકે પન્નુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું તેને પણ ઘણો…

રાજકીય વર્તુળોમાં ગણગણાટ : નો રિપીટ થિયરી લાગુ થાય તો અર્જુનભાઈ ખાટરીયાનુ કપાઈ શકે પન્નુ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું તેને પણ ઘણો સમય થઈ ગયો છે હાલ તે બાદ નવા હોદ્દેદારોના નામોની વરણી માટે ગુજરાત પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી ત્યારે વડાપ્રધાન ગુજરાત આવતા જ આ બેઠક મુલતવી રાખવામાં આવી. ત્યારબાદ ફરી વખત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સીએમ કાર્યાલય ખાતે મળી જમા અનેકવિધ મહાનગરો, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામો નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન ઉભો ત્યારે થયો કે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની સાથોસાથ રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામો ફાઇનલ થઈ શક્યા નથી. ત્યારે અનેકવિધ તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

હાલ જે વિગતો મળી રહી છે તેને ધ્યાને લઇ આજે સવારે નગરપાલિકાના હોદ્દેદારોના નામોની વરણી થઈ શકે છે. તરફ 22 તારીખે તાલુકા પંચાયત અને 25 તારીખે જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામો નક્કી થશે. પરંતુ મહત્વની વાત એ છે કે રાજકોટમાં રાજકારણ ઘરમાં એવું છે અને ટિકિટ વહેચણી સમયે ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા હતા ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ આ વખતે પ્રદેશ ભાજપ અત્યંત ગંભીરતાપૂર્વક નામો નક્કી કરશે તેવું હાલ જણાઈ રહ્યું છે. તો સામે હોદ્દેદારોમાં વિરોધ જૂથ દ્વારા માન્યતા અને જેઓના નામ ચર્ચામાં છે તેવા દાવેદારો ન આવે તે માટેનું લોબિંગ શરૂૂ કરી દેવામાં આવ્યું છે.

એક વાત એવી પણ વહેતી થઈ છે કે જિલ્લા પંચાયતમાં ભાજપ “નો રીપીટ” થિયરી અપનાવે કારણ કે સૂત્રોના જણાવ્યા અનુસાર જે ઉમેદવારોએ છેલ્લા સમયે મેન્ડેડ બદલાવીને ટિકિટ મેળવી હતી તેઓને હોદો ન આપવા માટે હાલ મથામણ થઈ રહી છે જો આ વાત સાર્થક થાય તો જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે અર્જુનભાઈ ખાટરીયા નું જે નામ આવી રહ્યું છે તો તેઓને પણ હોદ્દાથી બાકાત રાખવામાં આવી શકે છે વાત અહીં છે અટકતી નથી ચોટીલા પંચાયતમાં નો રીપીટ થિયરી આવે તો મહાનગરપાલિકામાં મેયર પદ માટે હાલ નેહલ શુક્લનું જે નામ ચાલી રહ્યું છે તો તેઓનું પણ પન્નુ કપાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.

હર હંમેશ માટે ભાજપ સરપ્રાઈઝ આપવામાં જ માન્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે ભાજપ કયા મુદ્દે આગળ વધે છે. રાજકોટ મહાનગર અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામોની વરણીમાં ઘણા ખરા અન્ય પ્રશ્નો પણ ઊભા થયેલા છે અને હરીફ જૂથ દ્વારા ખાસ લોબિંગ શરૂૂ કરી દેવામાં આવ્યું છે જેના ભાગરૂૂપે હાલ હજુ સુધી નામો નક્કી થયા નથી. વાત થતી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તમામ નામો પર અંતિમ મહોર લગાવવામાં આવશે પરંતુ તે વાત પણ નિરર્થક સાબિત થઈ રાજકોટના પરિપ્રેક્ષમાં. રાજકોટ મહાનગર અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામ ઉપર હજુ સસ્પેન્સ યથાવત રાખવામાં આવ્યું છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે જે સામાન્ય સભા મળશે તે સમયે જ સસ્પેન્સનું કવર ખુલશે.

મનપામાં ‘નો-રિપીટ’તો નેહલ શુકલ ‘NO‘

સ્થાનિક સ્વરાજયની ચુંટણીનાં વિજેતા ઉમેદવારોને હજુ હોદા ફાળવવામાં આવ્યા નથી. જેની પાછળ અનેકવિધ કારણો જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકીય તજજ્ઞોનાં જણાવ્યા અનુસાર જો જીલ્લા પંચાયતમાં ‘નો-રીપીટ’ થીયરી લાગુ થાય તો તેની સીધી જ અસર માનપ ઉપર જોવા મળશે. હાલ મેયર પદ માટે નેહલ શુકલનું નામ ચર્ચાઇ રહ્યું છે. જો પ્રદેશ મૌવડી મંડળ મનપામાં ‘નો રીપીટ’ થીયરી અપનાવે તો નેહલ શુકલનું પન્નુ કપાઇ શકે છે. એટલુ જ એવો પણ ગણગણાટ થઇ રહ્યો છે કે અંતિમ સમયે મેન્ડેટ મેળવેલા ઉમેદવારોને હોદો ન આપવો તો તે સ્થિતિમાં પણ નેહલ શુકલ મેયર ન બની શકે ત્યારે સત્ય હકિકત 28મી આસપાસ જનરલ બોર્ડમાં જ માલુમ પડે તેવું ચિત્ર હાલ જોવાઇ રહ્યું છે.