Site icon Gujarat Mirror

કાલે રંગોત્સવ, રેસકોર્ષ સંકુલમાં નો એન્ટ્રી

પ્રેમગલી પણ બંધ કરાઇ, શહેરમાં ઘેરૈયાઓને કાબુમાં લેવા 17000 પોલીસ તૈનાત

રાજકોટમાં આવતીકાલે ધૂળેટીના તહેવારમાં છાકટા બનતા યુવાનોની શાન ઠેકાણે લાવવા પોલીસે જડબેસલાક આયોજન કયુ છે. સાથોસાથ જયા રંગરસિયાઓ તમામ મર્યાદા મુકીને રંગેરમતા હોવાથી રેસકોર્ષ સંકુલ સહિત ઇન્ડોર સ્ટેડિયમ તથા પ્રેમગલી સહિતના રસ્તાઓ ઉ5ર કોર્પોેરેશને આડસો મુકી નો એન્ટ્રી કરી દીધી છે અને સિક્યુરિટી ગોઠવી દીધી છે. આ રોડ ઉપર તેમજ ઇન્ડોર સ્ટેડિયમમાં કલરના થર જામી જતા હોવાથી કોર્પોરેશનમાં રજૂઆતો થઇ હતી જેના પગલે આડસો મારી એન્ટ્રી જ બંધ કરી દેવાઇ છે.

રંગોનાં તહેવાર ધૂળેટીનાં પર્વની સૌ કોઈ આનંદથી ઉજવણી કરતા હોય છે. ત્યારે આનંદ ઉત્સાહના પર્વમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં રોડ- રસ્તાઓ કે મેદાન પર ભીડ એકત્રિત કરવા પર તેમજ જાહેરમાં રોડ પર લોકો પર રંગ કે કાદવ નહી છાંટવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર વિરૂૂદ્ધ કાર્યવાહિ કરવામાં આવશે.

ઉપરાંત ધુળેટીના દિવસે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે સવારે 8 વાગ્યાથી જ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ જશે તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ છે અને બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલ છે. હોળી-ધુળેટીના તહેવારને લઇ પોલીસે સુરક્ષા સ્કીમ બનાવી છે. જેમાં બંદોબસ્ત માટે 400 થી વધુ પોલીસ અધીકારી-કર્મચારીઓ, એસઆરપીની ત્રણ કંપની અને 100 થી વધુ હોમગાર્ડ સહીત 1700 જેટલી પોલીસ તૈનાત રહેશે ઉપરાંત 15 પેટ્રોલિંગ રૂૂટ નકકી કરાયા છે અને 30 ફીકસ પોઇન્ટ પર પોલીસ જવાનો ખડેપગે રહેશે.સાડા ડ્રેસમાં મહિલા પોલીસ નઝર રાખશે.

ઉપરાંત પોલીસ કમિશ્નર દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતના અધિકારીઓ અને સ્ટાફને ધૂળેટીના તહેવાર ઉપર ડ્રન્ક અને ડ્રાઈવ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવા સુચના આપી છે. જેને લઈ શહેર પોલીસની સ્પેશ્યલ ટીમ તૈયાર કરી દેવામાં આવી અને આ ડ્રીંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરશે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે, કે રાજકોટમાં સામાન્ય દિવસોમાં પણ અસામાજીક તત્વો દ્વારા જાહેર માર્ગો પર આતંક મચાવવામાં આવતો હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. વળી પ્રસંગોમાં દારૂૂ અને હથિયારની પ્રથા પણ ભયાનક સ્તરે પહોંચી હોય તેવી સ્થિતીમાં પોલીસ ધૂળેટીના તહેવાર પર આગોતરું આયોજન કરે તે સ્વાભાવિક છે.

ધૂળેટીના તહેવારો ઉપર અસામાજીક તત્વોની બેફામ હરકતો રોકવામાં પોલીસ કમિશનરે છાકટા વેળા કરનાર આવા તત્વોને ખો ભુલાવી દેવા અને કડક કાર્યવાહી કરવા સુચના આપી છે. કાલે ધૂળેટીના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાનો બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવા સુચના આપી છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. આ ઉપરાંત દારૂૂબંધીના કડક અમલ માટે પણ પોલીસને તાકીદ કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો કે માલમિલકત ઉપર થયેલી પદાર્થો વાળા રંગો તેમજ અન્ય કેમિકલ મિશ્રિત રંગો છાંટવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Exit mobile version