Sports

વર્લ્ડ કપની હાર માટે કોઇ મલમ નથી: રોહિત શર્મા

Published

on

ભારતીય ટીમે આ વર્ષે ઘરઆંગણે રમાયેલા ICC ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી અને આ દરમિયાન તેણે દક્ષિણ આફ્રિકાની સાથે ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ એકપણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચેલી ટીમને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. કેપ્ટન રોહિત શર્મા આજ સુધી આ હારનું દર્દ ભૂલી શક્યો નથી. તેણે એમ પણ કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં મળનારી જીત પણ આ ઘા ભરી નહીં શકે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ બોક્સિંગ ડે એટલે કે આજથી શરૂૂ થવા જઈ રહી છે. કેપ્ટન રોહિત શર્માએ સિરીઝની પ્રથમ મેચમાં પ્રવેશતા પહેલા મીડિયા સાથે વાત કરી હતી. ICC ODI વર્લ્ડ કપ ફાઇનલમાં હાર વિશે પૂછવામાં આવતા તે ભાવુક થઈ ગયો હતો. કેપ્ટને સ્પષ્ટ કહ્યું કે, જો અમે અહીં જીતીશું તો પણ તે વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારના ઘાને નહીં ભરી શકે.
કેપ્ટન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરિઝ વિશે કહ્યું કે, આ સિરિઝ ઘણી મોટી છે, અમે અત્યાર સુધી અહીં કોઈ ટેસ્ટ સિરિઝ જીતી શક્યા નથી. આપણને મળેલી જીત જરૂૂરી છે અને તેની શોધમાં આપણે ઘણાં સમયથી અહીં આવી રહ્યા છીએ. સાઉથ આફ્રિકામાં રમાનારી ટેસ્ટ સિરીઝમાં જીત મળશે તે ICC ODI વર્લ્ડ કપની ફાઇનલની હારના ઘાને રૂૂઝાવશે કે નહીં તે મને ખબર નથી. વર્લ્ડ કપ જેવું કંઈ ન હોઈ શકે. તેની હાર કોઈપણ જીતથી સરભર થઈ શકે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version