Site icon Gujarat Mirror

મેટોડામાં શ્રીનાથજી સોસાયટીમાં કડકડતી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈ

મેટોડાના શ્રીનાથજી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી 9 મહિલાની ધરપકડ કરી રૂૂ.11600નો મુદામાલ કબજે કર્યો હતો. તમામ મહિલાઓ આવી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી હતી ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો.
મળતી વિગતો મુજબ મેટોડાના શ્રીનાથજી સોસાયટીમાં મંદિર પાસે ઠંડીમાં જાહેરમાં કેટલીક મહિલા જુગાર રમતી હોવાની બાતમીને આધારે મેટોડા પોલીસે દરોડો પાડ્યો હતો અને જાહેરમાં જુગાર રમતી ચન્દ્ર્પાર્ક મેટોડામાં રહેતી જસ્મીનબેન સંજયભાઇ સાવલીયા, અંજલી પાર્કમાં રહેતી રૂૂપાબેન રસિકભાઈ અઘેરા, ખીરસરાની આરતીબેન ધર્મેશભાઇ વાગડીયા, ક્રિષ્ના સોસાયટીમાં રહેતી સુનીતાબેન મનહરભાઇ પવાર, રાજદીપ પાર્ક મેટોડા રહેતી ઉષાબેન રમેશભાઈ પાટડીયા, રાજદીપ પાર્ક મેટોડા રહેતી વિનતાબેન જીગાભાઇ પરમાર, ચંદ્રપાર્ક મેટોડા રહેતી હંસાબેન દીલીપભાઇ રાઠોડ, મણીદીપ મંદિર પાસે રહેતી સીમાબેન કીરીટભાઇ રાછ, ચંદ્રપાર્ક મેટોડા રહેતી કંચનબેન વ્રજલાલભાઈ ભુવાની ધરપકડ કરી હતી.પોલીસે રૂૂ.11600ની રોકડ કબજે કરી હતી. કડકડતી ઠંડીમાં આ મહિલાઓ જાહેરમાં જુગાર રમતા પકડાઈ જતા પોલીસ દરોડાથી ઠંડી ઉડી ગયી હતી.

Exit mobile version