ક્રાઇમ
જુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયા
જામનગર શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત કરી લઇ જુગારનું સાહિત્ય કબજે કર્યું છેમ જામનગરમાં નાગરપરા વિસ્તારમાં રતન એપાર્ટમેન્ટ ની સામેની ગલીમાં જાહેરમાં કેટલીક મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમી રહી છે, તેવી બાતમી ના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યાંથી છ મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમતાં મળી આવી હતી.
આથી પોલીસે હંસાબેન ધનજીભાઈ પરમાર, સંતોકબેન રમેશભાઈ કછેટીયા, મંજુબેન હસમુખભાઈ ટાંક, નલીનીબેન બાબુભાઈ કોટડીયા, પ્રતિમાબા હેમતસિંહ ચૌહાણ તેમજ મંજુબેન કિશોરભાઈની અટકાયત કરી લઈ તેઓ પાસેથી બે લાખની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જુગાર અંગેનો બીજો દરોડો ગુલાબ નગર શેરીનાં ત્રણમાં આવેલા ચામુંડા કૃપા નામના મકાનમાં પાડવામાં આવ્યો હતો.
જે મકાનમાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા વનરાજસિંહ દિલૂભા જાડેજા તેમજ અરવિંદ સિંહ બટુકસિંહ રાયજાદા અને હિતેશ હર્ષદભાઈ કોટેચાની અટકાયત કરી લીધી છે, જયારે અજાણ્યો શખ્સ પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને પોલીસે બનાવના સ્થળે થી રોકડ રકમ અને બાઈક સહિત રૂૂપિયા 2,70,00 ની માલમતા કબજે કરી છે.