Site icon Gujarat Mirror

માધાપર જીઆઇડીસી પાસેથી નવજાત બાળક રેઢું મળી આવ્યું

કોઇએ પોટલું બાંધી અવાવરુ જગ્યાએ ફેંકી દીધું, આજુબાજુના લોકોને રડવાનો અવાજ આવતા પોલીસને જાણ કરી

રાજકોટ શહેરના ભાગોળે આવેલા માધાપર ગામે જીઆઇડીસી પાસે અવાવરુ જગ્યાએથી બાળકના રડવાનો અવાજ આવતા ત્યા આજુ બાજુમાં રહેતા લોકો ત્યા પહોંચી ગયા હતા અને ત્યા જઇ ને જોયુ તો એક પોટલામાં બાળક હતુ ત્યારબાદ આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને જરૂરી સારવાર આપ્યા બાદ બાળકને હાલ ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યુ હતુ આ બનાવ અંગે આ બાળક કોણે ફેંકયુ તે અંગે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.વધુ વિગતો મુજબ માધાપર ગામે અવાવરુ જગ્યાએથી બાળક મળી આવાના મામલે હાલ ગાંધીગ્રામ પોલીસે વિસ્તારમાં આવતી હોસ્પિટલમાં તપાસ ચાલુ કરી છે. તેમજ આ બાળક હજૂ તાજુ જન્મેલુ હોવાનુ તબીબોએ જણાવ્યુ હતુ હાલ બાળકની સારવાર ઝનાના હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

 

Exit mobile version