ન્યૂઝિલેન્ડે પ્રથમ દિવસે 5 વિકેટ ગુમાવી બનાવ્યા 264 રન

આકાશદીપે ઝડપી બે વિકેટ, ડેબ્યુ મેચમાં જ ગુરનુર બરારે ઝડપી ડેવોન કોનવેની વિકેટ બીજી ટેસ્ટના પહેલા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે 5 વિકેટ ગુમાવીને 246 રન…

આકાશદીપે ઝડપી બે વિકેટ, ડેબ્યુ મેચમાં જ ગુરનુર બરારે ઝડપી ડેવોન કોનવેની વિકેટ

બીજી ટેસ્ટના પહેલા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે 5 વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા હતા. ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે આ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુરનૂર બરારે ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને ડેવોન કોનવેને આઉટ કર્યો, જે તેની રેડ-બોલ કારકિર્દીની પહેલી વિકેટ હતી. ટોસ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે સારી શરૂૂઆત કરી જેમાં ટોમ લાથમ અને ડેવોન કોનવેએ પ્રથમ વિકેટ માટે 77 રન ઉમેર્યા હતા.

એક સમયે ન્યુઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં હતું, 110 રન સુધી માત્ર એક વિકેટ ગુમાવી હતી. 110 રન પર કિવીઓએ તેમની બીજી, ત્રીજી અને ચોથી વિકેટ ગુમાવી દીધી. પહેલા આકાશદીપે ટોમ લાથમને 59 રનમાં આઉટ કર્યો હતો. ત્યારબાદ અંશુલ કંબોજે પોતાનો જાદુ ચલાવ્યો. બેટ્સમેન હેનરી નિકોલ્સને આઉટ કર્યો. રચિન રવિન્દ્રએ 9 બોલનો સામનો કર્યો અને ઝીરો પર આઉટ થયો હતો. આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમમાં મોહમ્મદ સિરાજને બીજી તક મળી નહીં. કૃષ્ણાના સ્થાને બરાર રમી રહ્યો છે.

ટોમ લાથમે લંચ પછી પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી. લાથમે 128 બોલમાં 59 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. આકાશ દીપે લાથમની વિકેટ લીધી હતી. ત્યારબાદ અંશુલ કંબોજે હેનરી નિકોલ્સ (16 રન) ને આઉટ કરીને ભારતને ત્રીજી વિકેટ અપાવી હતી. 110 રનના સ્કોર પર ન્યૂઝીલેન્ડે બીજી વિકેટ ગુમાવી દીધી જ્યારે રચિન રવિન્દ્ર (0)ને આકાશ દીપે આઉટ કર્યો હતો.

ત્યારબાદ ટોમ બ્લંડેલ અને ડેરિલ મિશેલે પાંચમી વિકેટ માટે 74 રન ઉમેરીને યજમાન ટીમની ઈનિંગને મજબૂત કરી હતી. મિશેલ 31 રન બનાવીને વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો હતો. મિશેલના આઉટ થયા પછી ગ્લેન ફિલિપ્સે ટોમ બ્લંડેલને સાથે આપ્યો હતો. બંનેએ છઠ્ઠી વિકેટ માટે અણનમ 62 રનની ભાગીદારી કરી હતી. દિવસના અંતે બ્લંડેલ 53 અને ફિલિપ્સ 36 રન કરીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી આકાશદીપે અત્યાર સુધીમાં સૌથી વધુ બે વિકેટ લીધી છે. અંશુલ કંબોજ, વોશિંગ્ટન સુંદર અને ગુરનુર બરારે એક-એક વિકેટ લીધી. જસપ્રીત બુમરાહને પ્રથમ દિવસે કોઈ સફળતા મળી ન હતી.